- સમસ્યા યથાવત્ રહેશે તો આંદોલન કરાશે
- તાલુકા ગ્રામ્યના મામલતદારને આવેદન આપી પ્રશ્નો ઉકેલવાની માગ કરાઈ
- આગામી દિવાસો આ રાણપુર ગામ બંધ સહિત ધરણા અને આંદોલન કરવાની તૈયારી દર્શાવતા ચીમકી ઉચ્ચારી હતી
બોટાદ જિલ્લાની સૌથી મોટી ગ્રામપંચાયત જે નગરપાલિકા સમકક્ષ ગણી શકાય તેવા રાણપુર ગામમાં અનેકવિધ પાયાની સુવિધાને લઈ હાડમારી ત્યારે નગરપાલિકા ફળવવા સહિતના અનેકવિધ વિકાસના કામો અંગે અગાઉ અનેક રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવતાં ગ્રામજનો દ્વારા મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી આગામી દિવસોમાં ગામ બંધ ધરણા આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ બોટાદ જિલ્લાની સૌથી મોટી ગ્રામપંચાયત રાણપુર કે જે 25 હજારથી પણ વધુ લોકોની વસ્તી ધરાવે છે.
જે નગરપાલિકા સમકક્ષ ગણી શકાય ત્યારે રાણપુર ગામ અનેકવિધ સુવિધાથી વંચિત છે અને વિકાસની જરૂરિયાત છે જેને લઈ અગાઉ ઉચ્ચ કક્ષાએ અનેક વખત જિલ્લાથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હોવા છત્તાં પણ કોઈ નિરાકરણ ન આવતા રાણપુર ગામના સરપંચ સહિત ગ્રામપંચાયતના સભ્યો વેપારી મંડળના હોદ્દેદારો વેપારીઓ સહિતના ગ્રામજનો દ્વારા આજે મૌન રેલી યોજવામાં આવી હતી જે મૌન રેલી રાણપુર ગ્રામ પંચાયત કચેરીથી બસ સ્ટેન્ડ થઈ ઝવેરચંદ મેઘાણી ચોક થઈ મામલતદાર કચેરી સુધી યોજાઈ હતી હાથમાં ફ્લેકસ બેનર સાથે માંગો ઉઠાવી મૌન રેલી યોજી વિરોધ દર્શાવી અને રાણપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આગામી સમયમાં જો કોઈ નિર્ણય ન થાય તો આગામી દિવાસો આ રાણપુર ગામ બંધ સહિત ધરણા અને આંદોલન કરવાની તૈયારી દર્શાવતા ચીમકી ઉચ્ચારી હતી.


