- તિથલ બીચ ઉપર 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા
- ચોમાસાને લઈ વલસાડ જિલ્લામાં NDRFની ટીમ તૈનાત
- વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહી
વલસાડમાં તિથલનો દરિયો તોફાની બન્યો છે. તિથલ બીચ ઉપર 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. તેમાં ચોમાસાને લઈ વલસાડ જિલ્લામાં NDRFની ટીમ તૈનાત થઇ છે. વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડમાં તિથલનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં સાયકલોન સિસ્ટમ સક્રિય થતા તિથલનો દરિયો તોફાની બન્યો છે.
જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ
તિથલ બિચ ઉપર 15 થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા છે. તેમાં સાયકલોન સિસ્ટમ સક્રિય થતા વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. તેમજ ભારે વરસાદને લઈ જિલ્લામાં એક NDRFની ટિમ સ્ટેન્ડબાય કરાઈ છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે પુરની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લામાં NDRF સ્ટેન્ડ બાય કરાઈ છે.
33 જિલ્લા પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ સરેરાશ કરતાં વધુ વરસાદ વરસ્યો
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસુ સારું રહેવાની આગાહી કરવામાં આવી હતી. જો કે હજુ સુધી ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ તેમ કહી શકાય નહીં. 10 જૂનથી દક્ષિણ ગુજરાતના કાંઠે ચોમાસુ અટકી ગયું છે. જેના કારણે રાજ્યમાં સરેરાશ 71 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. અત્યાર સુધીમાં ગુજરાતના 33 જિલ્લા પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ સરેરાશ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.


