- આ લઘુગ્રહ 12 જુલાઈ 2038 સુધીમાં પૃથ્વી સાથે ટકરાવાની 72 ટકા શક્યતા
- પૃથ્વી પાસે લઘુગ્રહનું મૂલ્યાંકન કરવા તેમજ તેની પ્રતિક્રિયાનો અભ્યાસ કરવા પૂરતો સમય
- નાસા આ માટે NEO (નિયર અર્થ ઓબ્જેક્ટ સર્વેયર) સર્વેયર તૈયાર કરી રહ્યું છે
અમેરિકાની અંતરિક્ષ એજન્સી NASA નાં જણાવ્યા મુજબ એક ખતરનાક લઘુગ્રહ ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે અને ધરતી સાથે ટકરાવાની સંભાવના છે. તેને રોકવા માટે હાલ કોઈ તૈયારી થઈ શકે તેવી નથી.
નાસાએ એપ્રિલમાં એક અભ્યાસ કર્યો હતો જે મુજબ આ એસ્ટેરોઈડ પૃથ્વી સાથે ટકરાવાની 72 ટકા સંભાવના છે. નાસાએ મેરિલેન્ડમાં લોરેલ ખાતે જૉન્સ હોપકિન્સ એપ્લાઈડ ફિઝિક્સ લેબોરેટરી ખાતે કરેલા અભ્યાસનો સારાંશ રજૂ કર્યો હતો. આ અભ્યાસમાં નાસા સિવાય અમેરિકાની અન્ય સંસ્થાઓ પણ સામેલ થઈ હતી.
લઘુગ્રહનું મૂલ્યાંકન કરવા નાસા NEO સર્વેયર બનાવી રહ્યું છે
પૃથ્વી પાસે આવા સંભવિત ખતરનાક લઘુગ્રહનું મૂલ્યાંકન કરવા તેમજ તેની પ્રતિક્રિયાનો અભ્યાસ કરવા હજી પૂરતો સમય છે. નાસા આ માટે NEO (નિયર અર્થ ઓબ્જેક્ટ સર્વેયર) સર્વેયર તૈયાર કરી રહ્યું છે. NEO સર્વેયર એક પ્રકારનું ઈન્ફ્રારેડ સ્પેસ ટેલિસ્કોપ છે. ખતરનાક લઘુગ્રહને શોધવાની માનવીની ક્ષમતાને વિકસાવે તે રીતે તેને બનાવવામાં આવ્યું છે. નાસાનું આ NEO સર્વેયર જૂન 2028માં લૉન્ચ કરવામાં આવશે.
માનવી પાસે આવી કુદરતી આપદાને રોકવાની ટેકનિક
નાસાનાં હેડક્વાર્ટર ખાતે ગ્રહ રક્ષા અધિકારી એમેરિટસ લિન્ડલે જ્હોનસને કહ્યું હતું કે એક ખતરનાક એસ્ટેરોઈડ ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યો છે. જો કે આ એક પ્રકારની કુદરતી આપદા છે પણ માનવી તેની ભવિષ્યવાણી કરવાની અને તેને રોકવાની ક્ષમતા અને ટેકનિક ઘણા વર્ષોથી ધરાવે છે. પ્રાથમિક ગણતરી મુજબ 14 વર્ષમાં પૃથ્વી સાથે ટકરાવાની તે 72 ટકા સંભાવના ધરાવે છે. ચોક્કસ રીતે કહીએ તો આ લઘુગ્રહ 12 જુલાઈ 2038 સુધીમાં પૃથ્વી સાથે ટકરાવાની 72 ટકા સંભાવના છે.


