મોટી પાનેલી ગામે ઉપલેટા થી જામજોધપુર વચ્ચેનો મેઇન રોડ બિસ્માર હાલતમાં હોવાથી રાહદારી અને વાહન ચાલકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચામાસાની ઋતુ અને અન્ય ઋતુઓમાં પણ આ રસ્તો બિસ્માર હાલતમાં રહેતો હોય લોકો પરેશાન થઇ ગયા છે. તંત્ર તરફથી કોઇપણ કામગીરી હાથ નહીં ધરાતા અને આ રસ્તાને રીપેર કરવામાં કોઇ જ રસ નહીં દાખવા લોકોમાં તંત્ર સામે રોષની લાગણી ફેલાઇ છે. ચોમાસાની ઋતુમાં આવા ખરાબ રસ્તાઓ તાકીદે રિપેર નહીં કરવામાં આવે તો લોકો અકસ્માતનો ભોગ બની શકે છે. ઉપલેટા થી જામજોધપુર વચ્ચેના મેઇન રોડને તાકીદે રીપેર કરવા લોક માંગ ઉઠવા પામી છે. તંત્રને આ બાબતે રજૂઆત પણ કરાઇ છે.


