રાજકોટમાં થયેલ ટી.આ,.પી.ગેમ ઝોનના માલિકો દ્વારા કયા હેતુ માટે જમીનનો ઉપયોગ કરવા માટે જીલ્લા વહીવટી તંત્ર ની મંજુરી લેવામાં આવી હતી ત્યારે આવતી કાલે મળનાર લેન્ડ ગ્રેબીગનુ બોર્ડ મળનાર છે જેમાં આવતીકાલે મળનારી બેઠકમાં કલેકટરના અધયક્ષ સ્થાને સુનાવણી કરવામાં આવશે તેમ જીલ્લા વહીવટી તંત્રના સુત્રોએ જણાવ્યું હતું.
આવતીકાલે જીલ્લા કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબીગનુ બોર્ડ મળનાર છે જેમાં કુલ 37 જેટલા કેસનો નિર્ણય લેવામાં આવનાર છે ત્યારે કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમ ઝોનના સચાલકો દ્વારા જ્યારે જમીનનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવનાર છે તેવી મજુરી લીધી હોય છે ત્યારે આ કેસમાં શરતભગનો કેસ થાય છે કે નહીં તેની પ્રથમ સુનાવણી આવતીકાલે કલેકટરના અધયક્ષ સ્થાને મળનારી બેઠકમાં લેવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે ગેમ ઝોનની જમીન જેમના નામે બોલે છે તે હાલમાં જેલમાં હોય તેમના વતી કોણ હાજર રહે તે જોવાનું રહ્યું.
પડધરી, લોધીકામા ફાયર એન.ઓ.સી.નહી ધરાવતા 20 એકમોને નોટિસ ફટકારાશે
રાજકોટમાં થયેલ ગેમઝોન કાંડ પછી તમામ એકમો પાસે ફાયર એન.ઓ.સી.છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે લોધીકા અને પડધરી પંથકમાં આવેલ 20 જેટલા એકમોને ફાયર એન.ઓ.સી.ના પ્રશ્ને રૂરલ પ્રાંત અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવશે.


