243 વીજ પોલ ઘરાશાયી,15 ટી.સી.ને નુકશાન,વીજ તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે વીજ પુરવઠો ચાલું કરવા કામગીરી હાથ ધરવામાં આવી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગઈકાલે ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે વીજ પોલ ઘરાશાયી થઈ જતા અને 15 ટ્રાન્સફરમોરને નુકશાન પહોચતા 88 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો દરમિયાન વીજ તંત્ર યુધ્ધના ધોરણે પુનઃવીજ પૂરવઠો પૂર્વવત કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જુનાગઢ જિલ્લો અને ઉપલેટા પંથકમાં ભારે વરસાદ પડવાના કારણે વીજ પોલ અને ટ્રાન્સફોર્મરને નુકશાન થતા 88 ગામોમા વીજળી ગુલ થઇ જતા લાઈટ ન હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.જેમા ભાવનગર જીલ્લામાં 36 ગામડાં બંધ હોવાના કારણે પારાવાર હાલાકી વેઠવી પડી હતી. ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે વીજ પોલ પડી જતા તાત્કાલિક ધોરણે વીજ પોલ અને ટ્રાન્સફોર્મરને ઉભા કરવા માટે વીજ તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. અને સાંજ સુધીમાં તમામ ગામોમાં પુનઃવીજ પૂરવઠો પૂર્વવત કરી દેવામાં આવશે તેમ વીજ કંપનીના સુત્રોએ જણાવ્યું હતું.


