- દુનિયાભરના કરોડપતિની શિફ્ટ થવા માટે UAE પહેલી પસંદ
- ટોપ 5 દેશોમાં ક્યા-ક્યા દેશ છે કરોડપતિઓની પસંદ
- ભારત, ચીન સહિતના દેશોમાંથી શિફ્ટ થઈ રહ્યા છે કરોડપતિઓ
દુનિયાભરમાંથી કરોડપતિઓ હાલમાં તેમના દેશમાંથી સંયુક્ત અરબ અમીરાત (UAE)માં શિફ્ટ થઈ રહ્યા છે. આવું કેમ થઈ રહ્યું છે, શા માટે વિશ્વના કરોડપતિઓ પોતાનો દેશ છોડીને UAE જઈ રહ્યા છે. ક્યા ટોપ-5 દેશો છે, જ્યાંથી સૌથી વધુ કરોડપતિઓ સ્થળાંતર કરી રહ્યા છે.
UAEમાં શિફ્ટ થવાનું મુખ્ય કારણ શું છે?
સંયુક્ત અરબ અમીરાત વિશ્વનો એક એવો દેશ જે હવે દુનિયાભરના કરોડપતિઓની રાજધાની બની રહ્યો છે. વિશ્વના અલગ-અલગ દેશોમાંથી કરોડપતિઓ સંયુક્ત અરબ અમીરાત (UAE)માં શિફ્ટ થઈ રહ્યા છે. આવું કેમ થઈ રહ્યું છે? આખરે શું કારણ છે કે કરોડપતિઓને આ દેશ આટલો બધો ગમે છે? વિશ્વના અન્ય કયા દેશો છે જ્યાં કરોડપતિઓ અને કરોડપતિઓ સૌથી વધુ સ્થળાંતર કરી રહ્યા છે? સંયુક્ત અરબ અમીરાતની ઈકોનોમી મુખ્યત્વે ક્રૂડ ઓઈલની આસપાસ આધારિત છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં UAEએ તેની ઈકોનોમીને ક્રૂડ ઓઇલમાંથી હટાવીને પ્રવાસન, રોકાણ અને રમતગમત કેપિટલ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
શા માટે UAEમાં શિફ્ટ થઈ છે વિશ્વના કરોડપતિઓ?
દુનિયાના સૌથી વધારે કરોડપતિઓની પસંદ હવે UAE બની રહ્યું છે. આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે દુનિયાભરમાંથી સૌથી વધારે કરોડપતિ UAE પહોંચવાના છે. ‘ધ હેન્લી એન્ડ પાર્ટનર રિપોર્ટ’ના અંદાજ મુજબ 2024ના અંત સુધીમાં 6700 કરોડપતિઓ UAEમાં સ્થળાંતર કરી શકે છે. UAEમાં કરોડપતિઓ આવવાનું એક મોટું કારણ એ છે કે ત્યાં ઈનકમ ટેક્સ નથી. તેમજ અમીર લોકોને ગોલ્ડન વિઝાની સુવિધા મળે છે. આ સિવાય લક્ઝરી લાઈફસ્ટાઈલ અને તેમનું લોકેશન દુનિયામાં સ્ટ્રેટિજિક છે, જે કોઈપણ વ્યક્તિને દુનિયામાં ફરવા માટે સ્વતંત્રતા આપે છે. આ કારણે કરોડપતિઓ માટે તેમનો બિઝનેસ કરવો વધુ સરળ બને છે. આ બધા કારણોના લીધે દુનિયાભરના કરોડપતિઓ માટે સ્થાયી થવા માટે પ્રથમ પસંદગી બનાવે છે.
આ છે કરોડપતિઓ માટે વિશ્વના સૌથી પ્રિય દેશ છે
UAE સિવાય જો કરોડપતિઓની સ્થાયી થવાની બીજી પસંદગી જોવામાં આવે તો આ બાબતમાં અમેરિકા બીજો પ્રિય દેશ છે. 2024ના અંત સુધીમાં અહીંયા 3800 કરોડપતિઓ સ્થળાંતર કરવાની આશા છે. અમેરિકાની સૌથી મોટી તાકાત તેનું વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી લીડર હોવાનું છે. એવા માટે જ દુનિયાભરના કરોડપતિઓ અહીં રોકાણ કરવા માટે આકર્ષાય છે.
સિંગાપુર, કનેડા અને ઓસ્ટ્રેલિયા પણ કરોડપતિઓને પ્રિય છે
સંયુક્ત અરબ અમીરાત જેવી જ સ્થિતિ કંઈક સિંગાપુર જેવી જ છે. કરોડપતિઓનો ત્રીજો સૌથી પ્રિય દેશ સિંગાપુર છે. તેનું મુખ્ય કારણ સ્ટ્રેટિજિક લોકેશન છે. અહીંયા બિઝનેસ ફ્રેન્ડલી પ્રોત્સાહનો ઉપલબ્ધ છે. ટેક્સ વ્યવસ્થા ઘણી આધુનિક છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત છે અને રાજકીય અને આર્થિક સ્થિરતા પણ છે. આ સિવાય આ લિસ્ટમાં ચોથા સ્થાન પર કેનેડા અને પાંચમાં સ્થાન પર ઓસ્ટ્રેલિયા છે. રિપોર્ટ મુજબ આ વર્ષના અંત સુધીમાં કેનેડામાં 3200 કરોડપતિ અને ઓસ્ટ્રેલિયામાં 2500 કરોડપતિ શિફ્ટ થશે. યુરોપના અન્ય ઘણા દેશો અને ઈટાલી, સ્વિટ્ઝર્લેન્ડ, યૂનાન અને પોર્ટુગલ પણ આ લિસ્ટમાં સામેલ છે.
ક્યા દેસમાં કરોડપતિઓ શિફ્ટ થઈ રહ્યા છે?
હવે જે દેશોમાંથી કરોડપતિઓ ઉપરોક્ત દેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે તેના પર નજર કરીએ તો ચીન સૌથી ઉપર છે. 2024ના અંત સુધીમાં ચીનમાંથી લગભગ 15,200 કરોડપતિ વિદેશમાં સ્થળાંતર કરશે. વર્ષ 2023માં આ સંખ્યા 13,800 હતી. ત્યાર બાદ બીજા સ્થાન પર યુનાઇટેડ કિંગડમ છે. આ વર્ષે અહીંથી લગભગ 9,500 કરોડપતિઓ સ્થળાંતર કરે તેવી શક્યતા છે. જ્યારે આ લિસ્ટમાં ત્રીજું નામ ભારતનું છે. 2024ના અંત સુધીમાં ભારતમાંથી 4300 કરોડપતિઓનું સ્થળાંતર થવાનું અનુમાન છે. જ્યારે 2023માં 5100 કરોડપતિઓએ ભારત છોડી દીધું હતું.


