- અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને બુધવારે સાંજે ઑવલ ઓફિસથી અમેરિકાને સંબોધિત કર્યું
- અમેરિકામાં પાંચમી નવેમ્બરે દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની છે
- બાઈડેને 11 મિનિટની સ્પીચમાં કમલા હેરિસ, ટ્રમ્પ, કૅન્સરની દવા અંગે મુદ્દાઓ પર નિવેદન આપ્યું
અમેરિકામાં પાંચમી નવેમ્બરે દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈ માહોલ ભારે ગરમ છે. જેના લીધે અમેરિકાના બે રાજકીય પક્ષો ડેમોક્રેટ અને રિપબ્લિકનમાં રાજકીય ગતિવિધિ તેજ થઈ રહી છે. આ દરમિયાન વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેને તાજેતરમાં ચૂંટણીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. ચૂંટણીમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.
બાઈડેને આરોગ્યને લઈ ચૂંટણી ડિબેટમાં મોટો મુદ્દો બની ગયો હતો. જેને લઈ વિપક્ષ સતત બાઈડેન પર વાક્ પ્રહારો કરતું હતું. બાઈડેનની ઉંમર અને બીમારી તેઓની ચૂંટણીમાંથી પરત ખસી જવાનું કારણ બન્યું છે. જો કે હવે બાઈડેને આ વાતનો ખુલાસો કર્યો છે કે ના તો ઉંમર કે બીમારી. પરંતુ લોકતંત્રની રક્ષા માટે ચૂંટણીમાંથી તેઓ ખસી ગયા છે.
બાઈડેન તાજેતરમાં કોવિડ-19 પોઝિટિવ હતા અને આઈસોલેશનમાં હતા. આ દરમિયાન જો બાઈડેને ચૂંટણીમાંથી ઉમેદવારી પરત લેવાની જાહેરાત કરી હતી. જે બાદ બુધવારે રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસથી બહાર થયા પછી પ્રથમવાર બાઈડેને દેશજોગ સંબોધન કર્યું હતું.
શા માટે ચૂંટણીમાંથી ખસી ગયા
રાષ્ટ્રપતિ જો બાઈડેને આશરે 11 મિનિટ સુધી સ્પીચ આપી હતી. બુધવારે સાંજે ઑવલ ઓફિસથી અમેરિકાને સંબોધિત કરતા બાઈડેને ચૂંટણીમાંથી ખસી જવાનું મહત્ત્વનું કારણ જણાવ્યું હતું. તેમને જણાવ્યું કે તેઓના પગલાં લોકતંત્રને બચાવવા પરત લીધા છે. તેમને કહ્યું કે હું આ કાર્યાલયને ખૂબ સન્માન આપું છે. પરંતુ હું પોતાના દેશને ખૂબ પ્રેમ કરું છું. તમને રાષ્ટ્રપતિના રૂપમાં સેવા કરવું મારા જીવનનું સૌથી સન્માન છે. બાઈડેને આગળ કહ્યું કે આ સમય લોકતંત્રની શાખ દાવ પર છે. અને તેની રક્ષા કરવી કોઈ પણ પદથી વધુ જરૂરી છે. ઉપરાંત બાઈડેને કહ્યું કે મને પોતાના અમેરિકી લોકો માટે કામ કરવું ખુશી અને શક્તિ મળે છે.
નવી પેઢીના હાથમાં કમાન
જો બાઈડેનની ઉંમર 81 વર્ષ છે અને તેઓનું આરોગ્ય ચૂંટણીમાં એક મોટો મુદ્દો બનીને સામે આવી રહ્યો હતો. જેને લઈ રિપબ્લિકન પાર્ટીએ તેઓની પર નિશાન સાધી રહી હતી. ઉપરાંત દેશમાં ચૂંટણીને લઈ સરવેમાં પણ જો બાઈડેન પાછળ દેખાતા હતા. આટલું ઓછું હોય તેમ વિપક્ષ નેતા ડોનાલ્ડ ટ્રમ્પ જીત તરફ અગ્રેસર થતા દેખાઈ રહ્યા હકા. બાઈડેને ઉમેદવારી પાછી લેવાનું કારણ જણાવતા કહ્યું કે, મેં નક્કી કર્યું છે કે, હવે દેશના વિકાસ માટે આગળ વધવાનો ઉત્તમ રસ્તો એક જ છે અને તે છે દેશની કમાન નવી પેઢીના હાથમાં સોંપવામાં આવે. આ સારામાં સારો રસ્તો છે જે આપણા દેશને એક કરશે.
કમલા હેરિસની ઉમેદવારીને ટેકો
જો બાઈડેને ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધા વગર તેઓ પર વાક્ પ્રહાર કર્યા હતા. બાઈડેને કહ્યું કે અમેરિકા વિશે સૌથી સારી વાત એ છે કે અહીં રાજા અને તાનાશાહ શાસન નથી કરતા. પરંતુ લોકો કરે છે. બાઈડેને પોતાની ઉમેદવારીની જવાબદારી પોતાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના ખભે નાખી છે. ઉપરાંત પોતાની સ્પીચમાં બાઈડેને એવી વાતોનો ઉલ્લેખ કર્યો કે પોતાના આગળના શાસનમાં સુપ્રીમ કોર્ટમાં સુધાર, ગાઝા યુદ્ધવિરમાન, અમેરિકી ગઠબંધનોને યથાવત્ રાખવા અને કૅન્સરને સમાપ્ત કરવાની દિશઆમાં કામ કરવાનું સામેલ છે. બાઈડેને કમલા હેરિસની ઉમેદવારીને ટેકો આપતા કહ્યું કે કમલા હેરિસ અનુભવી છે અને સક્ષમણ પણ છે.


