- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
- ESIC હોસ્પિટલમાં બોન્ડેડ તબીબોને મુકાયા
- રાજ્યની 856 હોસ્પિટલમાં 110 ડૉક્ટર ઉપલ્બ્ધ
રાજ્યમાં આરોગ્યની સેવાઓમાં વધારો કરવા માટે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકારી દવાખાનાઓમાં જીવન આવશ્યક દવાઓનો વધારો કરવામાં આવ્યો છે. ૭૧૭ જેટલી દવાઓ રાખવામાં આવતી હતી જેને લઈને વધારીને ૧૩૮૨ જેટલી દવાઓ વધારવામાં આવી છે.
જરૂરી દવાઓમાં વધારો કરવામાં આવ્યો
નવી દવાઓમાં કેન્સર, એન્ટિકેન્સર, ડાયાબીટીસ અને કિડનીના રોગ માટે દવાઓ ઉમેરવામાં આવી છે. તેમજ રાજ્ય આરોગ્ય સેવાઓ માટે એકસાથે ૧૧૧૦ જેટલા તબીબોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
બોન્ડેડ તબીબોની બેકબોન સાબિત થશે: ઋષિકેશ પટેલ
આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, આ ૧૧૧૦ બોન્ડેડ તબીબો ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સેવાઓમાં બેકબોન સાબિત થશે. રાજ્યના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ ESIC હોસ્પિટલમાં બોન્ડેડ તબીબોને મુકવામાં આવ્યા છે. રાજ્યની ૩૧ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ૧૩૨, ૫૧ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ૧૧૯, ૨૨૨ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ૩૧૦, ૪૯૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૪૩૦ અને રાજ્યની ૫૭ ESIC હોસ્પિટલમાં ૧૧૯ મળીને રાજ્યની ૮૫૬ હોસ્પિટલમાં કુલ ૧૧૧૦ તબીબો ઉપલબ્ધ થયા છે. તબીબી અધિકારી વર્ગ-૨ ની કુલ ૧૨૭૨ જગ્યાઓ પૈકી ૧૧૧૦ તબીબોને આજે નિમણૂંક આપવામા આવી છે.


