- ઈટાલી બીઆરઆઈમાં સામેલ થતા અમેરિકા નારાજ થયું હતું
- ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગે મોટી જીત તરીકે જોયું હતું
- ચીનના સરકારી અખબારે જ્યોર્જિયા મેલોની અંગે લેખ લખ્યો
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની ચીન પ્રવાસે જશે. ગુરુવારે ચીનના વિદેશ મંત્રાલયે જાહેરાત કરી કે 27 જુલાઈથી 31 જુલાઈ વચ્ચે ચીનના પ્રવાસે આવશે. મેલીની એવા હેતુથી આવી રહ્યા છે જેમાં બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયીએટિવને લઈ મતભેદ ઉકેલાઈ શકાય. મેલોની ચીનના મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ બીઆરઆઈથી અળગ થવા અફસોસ દૂર કરવાના પ્રયાસ ચીન જશે.
મેલોનીનો ચીન પ્રવાસ અમેરિકા અને પશ્ચિમી દેશોનું દબાણ હોવાનો ગ્લોબલ ટાઈમ્સનો દાવો
ચીનની સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સ સાથે વાત કરતા યુરોપિયન સ્ટડીઝમાં ચાઈનીઝ એકેડમીના નિષ્ણાતનું કહેવું છે કે મેલોની ચીન એટલે આવી રહ્યા છે કે કદાચ બીઆઆઈથી હટવા પર અફસોસ કરી રહ્યા છે. અને તેને દૂર કરવા ઈચ્છે છે. તેઓ જણાવે છે કે આ યાત્રાનો હેતુ ભૂલોને વ્યકિતગત રૂપથી દૂર કરવાનો છે.
ચીનના સરકારી અખબાર એવા ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે જ્યોર્જિયા મેલોનીના પ્રવાસથી એકવાર ફરીથી જાણવા મળે છે કે બીઆરઆઈ ઈટાલીના હટવાના કારણે ચીનની સાથે સહયોની અનિચ્છા અથવા મેલોનીની રાજકીય વિચારણા નહીં અમેરિકા અને પશ્ચિમી દેશોના ભારે દબાણ હતો. ઈટાલીના બીઆરઆઈથી હટવા છતાં બંને દેશોનો વેપાર ઓછા નથી થયો અને મજબૂત વેપાર સહયોગ બન્યો છે. ઈટાલી યુોપમાં ઉદાહરણ સ્થાપિત કરી શકે છે.
ચીનના પ્રોજેક્ટમાં સામેલ થવા બદલ અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ ઈટાલીની ભારે ટીકા કરી હતી. ઈટાલી-ચીન બીઆરઆઈ કરારમાં નવી રેલ્વેનું નિર્માણ અને હાલની રેલ્વેનું આધુનિકીકરણ, બંદરોનો વિકાસ કરવાનો સમાવેશ થાય છે જેથી સમગ્ર યુરોપ ચીન અને એશિયા સાથે જોડાઈ શકે. આ ડીલ 2023ના અંતમાં રિન્યુ થવાની હતી, પરંતુ તે પહેલા મેલોનીની સરકારે તેમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી.
‘BRIમાંથી ખસી જવાના અફસોસને દૂર કરવા મેલોની ચીન આવી રહી છે’
હવે મેલોનીની ચીનની મુલાકાતને લઈને ચીનના નિષ્ણાતોને આશા છે કે BRI અંગે ઈટાલીના મતભેદો દૂર થઈ જશે. આ મહિને ઈટાલીના એન્ટરપ્રાઈઝ અને મેડ ઈન ઈટાલી મંત્રી ચીન પહોંચ્યા હતા. ચીન પ્રવાસમાં જણાવ્યું કે ઈટાલીની કંપનીઓ માટે ચીન ખૂબ જરૂરી બજાર છે અને એક મહત્ત્વનું સહયોગી છે. તેમને જણાવ્યું કે ચીન અને ઈટાલીની વચ્ચે હરિત ઊર્જા, વીજ વાહન અને સરકારી બસનો ક્ષેત્રમાં સહયોગ મહત્ત્વનું થઈ રહ્યું છે. જે બંને દેશ વચ્ચે રણનીતિક સહયોગનો નવો અધ્યાય લખશે. તેમને સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે ચીનમાં રોકાણ ખાસ કરી હરિત ઊર્જાના ક્ષેત્રમાં રોકાણને લઈ ઈટાલીમાં ઊંડી રૂચિ છે.


