- પાલિકા દ્વારા શહેરીજનો પર આકરા સૂચિત કરવધારાનું તાજેતરમાં જ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું
- વેપારી મંડળ, MLAની રજૂઆતને પગલે પાલિકા વહીવટદાર અને CO દ્વારા
- હાલ કર વધારો મોકૂફ્ રખાયોના સોશિયલ મીડિયામાં સંદેશાથી અસમંજસની સ્થિતિ સર્જાઈ
ધંધૂકાના શહેરીજનો પર જાણે આફ્તના ઓળા ઉતર્યા હોય તેમ પાલિકા દ્વારા એક તરફ્ કર માળખામાં તોતિંગ વધારાનું જાહેરમાનું પ્રસિદ્ધ કરવામાં આવે છે. લોકો અગ્રણીઓ આની સામે અસંખ્ય વાંધા અરજીઓ આપવા મજબુર બન્યા હતા.
ધંધૂકા પાલિકા દ્વારા શહેરીજનો પર આકરો ટેક્ષ વધારો ઝીંકવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. અચાનક અનેક ગણો ટેક્ષ વધતા લોકો ચિંતિત બન્યા અને સરકારી નીતિ નિયમ અનુસાર લોકોએ આકરા કરવધારાના પ્રસ્તાવ સામે વાંધા અરજીઓ પણ કરી છે. વેપારી મંડળ દ્વારા પણ લેટર પેડ પર વાંધા અરજી કરવામાં આવી છે. જો કે સમગ્ર મામલે લોકોમાં રોષ વધતા બે દિવસ પહેલા નવા ચીફ્ ઓફ્સિર વિશાલ પટેલ સાથે વહીવટદાર વિજયસિંહ ડાભી પણ વેપારી મંડળની કારોબારીમાં જાય છે. જ્યાં ધારાસભ્ય કાળુભાઇ ડાભી ઉપસ્થિત હોય છે. ધારાસભ્ય નવા ચીફ્ ઓફ્સિરનું શાલ ઓઢાડી સન્માન કરે છે અને આગામી દિવસો બાદ લાગુ થનાર કર માળખાને લઈ રજૂઆત કરે છે. ત્યારે બંને અધિકારીઓ હાલ કોઈ ટેક્સ વધારો લાગુ થયો જ નથી. એવી કેફ્યિત આપે છે. જેના આધારે વેપારી મંડળના કેટલાક પદાધિકારીઓ અને સોશિયલ મીડિયા ગ્રૂપમાં ધંધૂકામાં લાગુ થનાર નવા ટેક્ષ માળખાને હાલ પૂરતું મોકૂફ્ રાખવામાં આવ્યું છે અને પાલિકા દ્વારા લોકોના હિતમાં સુખદ નિર્ણય લેવામાં આવ્યો હોવાની વાત રજૂ કરતો મેસેજ વાયરલ થતા ધંધૂકાના નગરજનો પણ હાલમાં અવઢવમાં આવી ગયા છે.
સમગ્ર મામલે નગરપાલિકાના વહીવટદારે શું કહ્યું….
આ મામલે પાલિકાના વહીવટદાર વિજયસિંહ ડાભીએ ટેલિફેનિક વાતમાં જણાવ્યું કે વેપારી મંડળની બેઠકમાં ચીફ્ ઓફ્સિર સાથે ગયા હતા. જ્યાં ધારાસભ્ય પણ ઉપસ્થિત હતા. ત્યાં અમે લોકોમાં મિલકત વેરાને લઈ જે દુવિધા હતી. જેનો અમે ખુલાસો કર્યો હતો કે મિલકત વેરાનો આમાં ક્યાંય સમાવેશ નથી અને સૂચિત નવું કરમાળખું અત્યારે અમલી નથી. તે સરકારી નિયમ મુજબ જાહેરનામાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ આવેલ વાંધા અને સૂચનો અંગે ઉચ્ચકક્ષાની કમિટી બેસશે અને તેમાં હાલ જાહેર કરાયેલા નવા કર માળખાને લઈ કોઈ નક્કર નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ નવા કર માળખા અંગે તમામ બાબતો સ્પષ્ટ થશે.


