- તમામ નાણાકીય વ્યવહાર સહકારી બેંકો થકી કરવા સભાસદોને અનુરોધ કરાયો
- સુરેન્દ્રનગર ખાતેની બેઠકમાં રાજયકક્ષાના સહકાર મંત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
- ડિસ્ટ્રીકટ બેંકના હોદ્દેદારો, સહકારી મંડળીઓ, સંસ્થાના અગ્રણીઓ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા
સુરેન્દ્રનગરમાં રાજયકક્ષાના સહકાર મંત્રીના અધ્યક્ષસ્થાને સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ડિસ્ટ્રીકટ બેંકના હોદ્દેદારો, સહકારી મંડળીઓ, સંસ્થાના અગ્રણીઓ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
દેશમાં અગાઉ સહકાર મંત્રાલય હતુ જ નહી. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ તેઓએ અલગ સહકાર મંત્રાલય બનાવ્યુ હતું. ત્યારથી સમગ્ર દેશમાં સહકાર ક્ષેત્રે એક અલગ ક્રાંતી આવી છે. ત્યારે ખેત ધીરાણ સોસાયટીઓને વધુ મજબુત બનાવવા માટે સરકાર સહકારથી સમૃદ્ધિ પાયલોટ પ્રોજેકટ અમલમાં મુકી રહી છે. આ પ્રોજેકટની સમીક્ષા બેઠક સુરેન્દ્રનગરમાં યોજાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર ઉપરાંત મોરબી અને બોટાદ જિલ્લાના આગેવાનો, સહકારી મંડળીઓના હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા. આ તકે રાજયકક્ષાના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત કો. ઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ, સુરેન્દ્રનગર ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન હરદેવસીંહ પરમાર, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસીંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ હરેકૃષ્ણભાઈ પટેલ, ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ સહિતનાઓન ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેકટ થકી ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં અનુભવોનીચર્ચા કરાઈ હતી. અને સહકારી સંસ્થાઓના સભાસદો, વેપારીઓ તેમના તમામ નાણાકીય વ્યવહારો સહકારી બેંક થકી કરે તો સહકારથી સમૃધ્ધી સુત્ર ચરીતાર્થ થાય તેમ જણાવાયુ હતુ.


