- અમેરિકામાં પાંચમી નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે
- હવે રાષ્ટ્રપતિની ચૂંટણી રેસમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ
- ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીમાં ખ્રિસ્તી કાર્ડ લઈને આગળ આવ્યા
અમેરિકામાં આગામી નવેમ્બરની પાંચમી તારીખે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે ત્યારે અમેરિકામાં બધું સ્પષ્ટ થઈ ગયું છે કે, રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ટ્રમ્પ અને કમલા હેરિસ આગળ વધી રહ્યા છે. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ખ્રિસ્તી સમુદાયને મતદાન કરવા અપીલ કરી છે. તેઓએ કહ્યું કે ખ્રિસ્તીઓ વોટ આપસે તો બધું ઠીક કરી દેશે. તેઓને ફરીથી વોટ આપવાની જરૂર નહિ પડે. ટ્રમ્પે ફ્લોરિડીમાં એક કાર્યક્રમમાં આ વાત કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પનું ખ્રિસ્તી કાર્ડ
ડોનાલ્ડ ટ્રમ્પે તમામ ખ્રિસ્તીઓને સંબોધિત કરતા જણાવ્યું કે તમારે બધાએ બહાર નીકળીને મતદાન કરવું પડશે. પરંતુ હવે તમારે આવું કરવાની જરૂર નહિ પડે. બસ એક વર્ષ અને પછી બધું ઠીક થઈ જશે. મારા સારા ખ્રિસ્તીઓ તમારે આ પછી ફરીથી મતદાન કરવાની જરૂર નહિ પડે. તમને બધાનું હું ખૂબ પ્રેમ કરું છું. હું પણ ખ્રિસ્તી છું. હું તમને કહું છું કે તમે બહાર આવો અને વોટ આપો. આગામી ચાર વર્ષમાં તમારે ફરીથી વોટ નહિ આપવો પડે. કારણ કે, અમે બધું ઠીક કરી દઈશું. અને આ બધું એવું હશે કે તમારે ફરીથી મતદાન કરવું નહિ પડે.
એ સ્પષ્ટ નથી કે પૂર્વ રાષ્ટ્રપતિ જેની સામે વર્ષ-2020ના કેપિટલ રમખાણ ભડકાવવા અને કથિત રીતે વર્ષ-2022ની ચૂંટણીમાં પોતાની હારને બદલવાના પ્રયાસ કરવાનો આરોપ છે. આ ટીપ્પણીથી શું અર્થ છે. કમલા હેરિસે ચૂંટણી અભિયાનને સીધી રીતે આ ટીપ્પણીઓ પર કંઈ કહ્યું નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે જો નવેમ્બરમાં તેઓ સત્તામાં ફરીથી આવશે તો તેઓ એક દિવસ માટે તાનાશાહ બની જશે અને મેક્સિકોની સાથે દક્ષિણ સરહદ બંધ કરી દેશે. બાદમાં તેઓએ ટીકાને મજાકની રીતે લીધી હતી. ગત અઠવાડિયે રાષ્ટ્રપતિ જો બાઈડેનના સ્થાને તેઓને વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને ડેમોક્રેટિક ઉમેદવાર બનાવ્યા પછી અમેરિકી રાષ્ટ્રપતિ પદની રેસ ભીષણ બની ગઈ છે. તાજેતરના સરવેમાં કમલા હેરિસને આ ચૂંટણીમાં સામેલ થવાથી ટ્રમ્પનું આગળ વધવું સમાપ્ત થઈ ગયું છે.


