- અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ આવ્યો
- વરસાદ આવતા પાણી ભરાવાના શરૂ થયા
- બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત યલો એલર્ટ
અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ આવ્યો છે. જેમાં થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુરમાં વરસાદ આવ્યો છે. તેમજ ઇસ્કોન, પ્રહલાદનગર, ઘાટલોડિયા તથા સેટેલાઇટ, શિવરંજની, નહેરૂનગર અને એસ.પી.રિંગ રોડ, બોપલ, શેલામાં વરસાદ આવતા પાણી ભરાવાના શરૂ થયા છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદની આગાહી છે. તેમજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ તથા દાહોદ, પંચમહાલ, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. તથા સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દ્વારકા, રાજકોટ, અમરેલી તેમજ ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર અને બોટાદ, આણંદ, ભરૂચ તથા સુરત, નવસારી, ડાંગમાં યલો એલર્ટ છે.
બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત યલો એલર્ટ
બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત યલો એલર્ટ સાથે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, તાપીમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે. દ્વારકા, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ સહિત ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે. ઓફસૉર ટ્રફ અને સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ રહેશે.


