By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    7 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 day ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: એઈમ્સ સિવિલમાં હજારો દર્દીઓ ઉભરાયા : રોગચાળો બેકાબુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

એઈમ્સ સિવિલમાં હજારો દર્દીઓ ઉભરાયા : રોગચાળો બેકાબુ

agragujaratnews
Last updated: 2024/08/01 at 7:55 PM
2 years ago
Share
એઈમ્સ સિવિલમાં હજારો દર્દીઓ ઉભરાયા : રોગચાળો બેકાબુ
SHARE

સિવિલમાં અને એઇમ્સમાં રોજ ૧૦૦૦ થી ૧૫૦૦ દર્દીઓની ઓપીડી : ૨૦૦થી વધુ ઇન્ડોર દર્દીઓ દાખલ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મન મૂકીને મેઘરાજા વર્ષી રહ્યા છે. તો બીજી તરફ એક પછી એક સિસ્ટમો સાથેના વાદળો સૌરાષ્ટ્ર ઉપર છવાયેલા રહેતા છેલ્લા દસ દિવસથી રાજકોટ શહેરમાં સૂર્યનારાયણ દેવના દર્શન થયા નથી. જેના કારણે રોગચાળો વકરી રહ્યો છે. હાલ રાજકોટની બે મોટી હોસ્પિટલો સરકારી હોસ્પિટલ અને એઇમ્સ હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો છે. દરરોજના બંને હોસ્પિટલોમાં 2500 થી 3000 દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. જેથી તંત્ર દ્વારા ઉર્જા પ્રમાણમાં દવાનો સ્ટોક પણ રાખવામાં આવી રહ્યો છે.
રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા દસ દિવસથી તડકો ન પડવાના કારણે રોગચાળો વકર્યો છે. ખાસ છેલ્લા એક સપ્તાહથી રોગચાળો વધુ જોવા મળ્યો છે.વરસાદી માહોલ વચ્ચે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા રોગ ફેલાવતા મચ્છરો અને ચાંદીપુરા વાયરસ ફેલાવતી સેન્ડફલાય માખી અને પેટ બગાડતી વાસી ભેળસેળિયું ખાણીપીણનું વેચાણ, ઝડપથી ફૂગ ચડીને બગડી જતા ખોરાક અને બેક્ટેરિયાનું વધતું પ્રમાણ સહિતની વસ્તુઓ રોગનું કારણ બને છે. તેની સામે તંત્રની કામગીરી નહિવત પ્રમાણમાં રહી છે. ખાસ કરીને ચાંદીપુરા વાયરસ સામે આવ્યા બાદ તંત્રએ તે વિસ્તારોમાં દવાનો છંટકાવ લોકોની તપાસ સહિતની આરોગ્ય લક્ષી કામગીરી કરી રહી છે.
તંત્ર દ્વારા ખરેખર આ રોગચાળો અટકાવવા માટે સ્વચ્છતા ઝુંબેશ, પીવાના પાણીનું ટેસ્ટિંગ, ડોટ ટુ ડોર રોગચાળાનું સર્વેક્ષણ અને નિદાન સહિતની કામગીરી હાથ ધરવી જોઈએ. તો જ આ રોગચાળો કાબુમાં આવી શકે તેમ છે. અન્યથા હોસ્પિટલમાં દરરોજ હજારોની સંખ્યામાં લાઈનો જોવા મળશે. હાલ સરકારી હોસ્પિટલમાં સવારથી સાંજ સુધીમાં 1500 જેટલા ઓપીડી કેસો આવી રહ્યા છે. તો શહેરની ભાગોળે નિર્માણ પામેલી એઇમ્સ હોસ્પિટલમાં સવારથી સાંજ સુધીમાં 2000 જેટલા ઓપીડી કેસ સામે આવ્યા છે. આમ રાજકોટ શહેરમાં આખો દિવસ દરમિયાન ત્રણથી સાડા ત્રણ હજાર કેસો રોગચાળાના કારણે દર્દીઓમાં જોવા મળે છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ખાસ કરીને તાવ શરદી ઉધરસ ઝાડા ઉલટી અને પેટના રોગો વધારે સામે આવી રહ્યા છે. જ્યારે ઝાડા ઉલટી બંધ ન થતા હોય તેવા દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત તાવ પણ ઉતરતો ન હોય અને અશક્તિ આવી ગયેલ હોય તેવા દર્દીઓને પણ દાખલ કરવામાં આવયા છે. હાલ રાજકોટની સરકારી હોસ્પિટલમાં 200થી પણ વધુ દર્દીઓને દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. આ મામલે હજુ સુધી કોઈ રાજકીય નેતાઓ, ધારાસભ્યો, સાંસદો કે સ્થાનિક લેવલના મેયર ચેરમેન હોસ્પિટલે ડોકાયા નથી. હોસ્પિટલમાં દર્દીઓને શું મુશ્કેલી પડી રહી છે અને સારવાર મળે છે કે નહીં તે અંગેની દરકાર પણ લીધી નથી. ચૂંટણી સમયે શેરીએ ગલીએ હાથ જોડીને જોવા મળતા આ નેતાઓ મુશ્કેલી સમયે પ્રજાની વચ્ચે ડોકાતા પણ નથી તે તાજું ઉદાહરણ હોસ્પિટલ પર ઉભરાતી લાઈનો પરથી જોવા મળી રહ્યું છે.

Contents
સિવિલમાં અને એઇમ્સમાં રોજ ૧૦૦૦ થી ૧૫૦૦ દર્દીઓની ઓપીડી : ૨૦૦થી વધુ ઇન્ડોર દર્દીઓ દાખલશહેર અને આસપાસના વિસ્તારમાંથી ઉભરાય છે દર્દીઓસતત વરસાદના કારણે રાજકોટ શહેરમાં રોગચાળો વકરયો છે. ખાસ કરીને સરકારી હોસ્પિટલ અને નવનિર્માણ પામેલી એઇમસ હોસ્પિટલમાં સવારથી હજારો દર્દીઓ દવા લેવા માટે અને નિદાન કરાવવા માટે લાઈન લગાવીને ઉભા હોય છે. ત્યારે આ દર્દીઓ મોટાભાગે શહેરની ભાગોળે આવેલા એરીયા અને તાલુકા વિસ્તારના વધુ હોવાનું સામે આવી રહયું છે. સવારે 5 વાગ્યાથી દર્દીના સગાઓ વહેલો વારો આવે તે માટે લગાવે છે લાઈનોચાંદીપુરા વાયરસથી 10 વર્ષના બાળકનું મોત

શહેર અને આસપાસના વિસ્તારમાંથી ઉભરાય છે દર્દીઓ

સતત વરસાદના કારણે રાજકોટ શહેરમાં રોગચાળો વકરયો છે. ખાસ કરીને સરકારી હોસ્પિટલ અને નવનિર્માણ પામેલી એઇમસ હોસ્પિટલમાં સવારથી હજારો દર્દીઓ દવા લેવા માટે અને નિદાન કરાવવા માટે લાઈન લગાવીને ઉભા હોય છે. ત્યારે આ દર્દીઓ મોટાભાગે શહેરની ભાગોળે આવેલા એરીયા અને તાલુકા વિસ્તારના વધુ હોવાનું સામે આવી રહયું છે.

સવારે 5 વાગ્યાથી દર્દીના સગાઓ વહેલો વારો આવે તે માટે લગાવે છે લાઈનો

રાજકોટની સરકારી હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહથી દર્દીઓનો રાફડો ફાટ્યો છે. હજારો દર્દીઓ દવા લેવામાં માટે સરકારી હોસ્પિટલ અને એઇમ્સમાં ઉમટી પડે છે. ત્યારે જાણવા મળ્યા મુજબ દર્દીઓનો વહેલો વારો આવી જાય અને આખો દિવસ બગડે નહીં તે માટે દર્દીના અમુક સગાઓ રાત્રે તો અમુક સગાઓ વહેલી સવારે 5:00 વાગ્યાથી ઓપીડીની બારી પાસે લાઈન લગાવીને ઉભા રહી જાય છે. આમ કહીએ કે રાતવાસો અહીં કરે છે.તો ના ના કહી સકાઇ..

સિવિલમાં 1500 તો એઈમ્સમાં 2000 જેટલા કેશો દરરોજના નોંધાય છે

છેલ્લા દસ દિવસથી રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં જામેલા વરસાદી માહોલને કારણે રોગચાળોએ માઝા મૂકી છે  ઘરે ઘરે માંદગીના ખાટલાઓ જોવા મળી રહ્યા છે, તો નિદાન અને દવા માટે પણ હોસ્પિટલોમાં લાઈનો લાગી હોય તેવું સૂત્રો કહી રહ્યા છે. ખાસ કરીને સારી અને સસ્તી સારવાર મળી રહે તે માટે દર્દીઓ રાજકોટની ભાગોળે આવેલી એઇમ્સ હોસ્પિટલે ઉમટી પડે છે. બાકીના દર્દીઓ સરકારી હોસ્પિટલે જાય છે. ત્યારે સૂત્રોના કહેવા પ્રમાણે એઈમસમાં દરરોજના 2000 જેટલા કેસો નોંધાય છે. તો સરકારી હોસ્પિટલમાં 1500થી પણ વધુ કેસ દરરોજના સામે આવી રહ્યા છે.

ચાંદીપુરા લક્ષણો સાથે ત્રણ વર્ષનું બાળક દાખલ

રાજકોટની સરકારી હોસ્પિટલમાં દરરોજ ચાંદીપુરાનો એક નવો કેસ નોંધાઈ રહ્યો છે. રાજકોટ જિલ્લા અથવા તો અન્ય જિલ્લામાંથી મજૂર પરિવારના બાળકો સારવાર અર્થે આવી રહ્યા છે. તે પૈકી રાજકોટની ઝનાના હોસ્પિટલમાં 9 બાળ દર્દીની ચાંદીપુરા વાયરસના લક્ષણો હોવાથી સારવાર ચાલી રહી છે. ત્યારે ગઈકાલે સાંજના સમયે ચાંદીપુરાના લક્ષણો ધરાવતો વધુ એક કેસ સામે આવ્યો છે. જેમાં પડધરી પંથકમાં ત્રણ વર્ષના બાળકને લક્ષણો દેખાતા તેને રાજકોટ લવાતા સારવાર અર્થે દાખલ કરાયો છે.

ચાંદીપુરા વાયરસથી 10 વર્ષના બાળકનું મોત

રાજકોટની સરકારી હોસ્પિટલમાં ઝનાના ખાતે તંત્ર દ્વારા ખાસ ચાંદીપુરા વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં ગત તારીખ 25/7ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના લખતરી ગામનો એક 10 વર્ષનો બાળક લક્ષણો સાથે સારવાર હેઠળ આવ્યો હતો. જેના લોહીના નમૂના પૃથક્કરણ અર્થે ગાંધીનગર મોકલાયા હતા પરંતુ તારીખ 27 જુલાઈના રોજ બાળકના પરિવારજનો તેના બાળકને લઈ જતા રહ્યા હતા. પરંતુ તબિયત બગડતા 28 જુલાઈએ ફરી વખત તેને રાજકોટની સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતા. તે અરસામાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા ડોક્ટરો દ્વારા સઘન સારવાર ચાલુ કરવામાં આવી હતી અને બાળકને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યું હતું જેનું આજે વહેલી સવારે મોત નિપજ્યાનું હોસ્પિટલ સૂત્રોએ જાહેર કરેલ છે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત

 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ

રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
ગાંધીનગર

ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા

Editor By Editor 2 days ago
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?