- HCની ટકોર બાદ જાગેલા વાહનવ્યવહાર કમિશનરે આદેશ કરતા કાર્યવાહી
- વ્હાઇટ નંબરપ્લેટ છતાં સ્કૂલવર્ધી કરતા 8 ઇકોના માલિક પાસેથી 2.31 લાખ દંડ વસૂલાયો
- સ્થળ પર 2.31 લાખ દંડ વસૂલાયો છે. જેમાં બસના ટેકસની અંદાજે 90 હજાર રકમ
હાઇકોર્ટેની વારંવાર ટકોર બાદ જાગેલા વાહનવ્યવહાર કમિશનરે સ્પેશિયલ ડ્રાઇવ કરવાનો આદેશ કર્યો હતો. જેના ભાગરૂપે સુભાષબ્રિજ આરટીઓએ સીબીએસઈની સ્કૂલવર્ધીની ટેક્સ વગર દોડતી બે બસ સહિત કુલ 12 વાહનો ડિટેઇન કર્યા હતા. ડિટેઇન વાહનોમા વ્હાઇટ નંબર પ્લેટ હોવા છતાં સ્કૂલવર્ધીમાં ઉપયોગ કરનાર 10 ઇકોનો સમાવેશ થાય છે. સ્થળ પર 2.31 લાખ દંડ વસૂલાયો છે. જેમાં બસના ટેકસની અંદાજે 90 હજાર રકમ છે.
વાહનવ્યવહાર વિભાગે સમય મર્યાદાની અંદર સ્કૂલ વાન કે બસની પરમિટ-ફિટનેશ, ટેક્સ સહિતની આરટીઓની કામગીરી પૂરી કરી દેવા વારંવાર સૂચના આપી હતી. આરટીઓના અંદાજ મુજબ અમદાવાદમાં સ્કૂલવર્ધીમાં દોડતાં ત્રણ હજાર વાહનોમાંથી સુભાષબ્રિજના માત્ર 600 મળી કુલ 900 વાહનોના માલિકોએ આરટીઓમાં ફિટનેસ અને પરમિટની કામગીરી કરાવી છે. સ્કૂલવર્ધી એસોસિએશન મુજબ અમદાવાદમાં 15 હજાર સહિત રાજ્યમાં 80 હજાર વાહનો સ્કૂલવર્ધીના વાહનો છે. જેમાંથી અમદાવાદમાં માત્ર 900 વાહનોએ જ આરટીઓની કામગીરી કરાવતા સ્કૂલવર્ધી એસોસીએશન પણ હવે કામગીરી કરાવી લેવા પોતાના સભ્યોને દબાણ કરે છે. પરંતુ સભ્યો ટસના મસ નહીં થતાં હવે આરટીઓએ પહેલી ઓગસ્ટથી ડ્રાઇવ શરૂ કરી દીધી છે. ગુરુવારે સવારે કરેલી ડ્રાઇવમાં કુલ 60 વાહનોનું ચેકિંગ કરાયું હતું, જેમાં શાહીબાગ સ્થિત કેન્દ્રીય વિદ્યાલયની વ્હાઇટ નંબર પ્લેટવાળી 8 ઇકા ટિટેઇન કરી હતી. આ સિવાય સંતકબીરની એક ઇકો પણ ડિટેઇન કરી હતી. ડિટેઇન કરાયેલી બે બસો શાંતિ એશિયાટિકની હતી. જ્યારે ફિટનેશ વગરની ડીએવી અને રેડબ્રિક્સ સ્કૂલ બસને પણ દંડ ફટકારાયો હતો.


