- અમદાવાદની હોટલમાં વિદેશી યુવતીનો તમાશો
- શૈલી હોટલમાં રશિયન યુવતીએ તાયફો કર્યો
- પોલીસે પૂછપરછ કરતાં યુવતી ઉશ્કેરાઇ
CID ક્રાઇમ ટીમ દ્વારા અમદાવાદમાં 35 જેટલી હોટલ અને સ્પામાં રેડ પાડવામાં આવી હતી. આ રેડ 30 જુલાઇના રોજ પાડવામાં આવી હતી. ત્યારે એક હોટલમાં વિદેશી યુવતીએ તમાશો કર્યો હોવાનું સામે આવ્યું હતું.
વિદેશી મહિલાએ તમાશો કર્યો
CID ક્રાઇમ દ્વારા જ્યારે હોટલમાં રેડ પાડવામાં આવી ત્યારે એક વિદેશી મહિલાએ તમાશો કર્યો હતો. જેમાં આ વિદેશી યુવતીએ પોલીસ સાથે મારામારી કર્યા હોવાનું સામે આવ્યું હતું. વિદેશી યુવતી દ્વારા હોટલની લોબીમાં આવીને CID ક્રાઇમની ટીમ સાથે મારામારી કરવામાં આવી હતી.
CID ક્રાઈમની ટીમને લાતો મારી
વિદેશી યુવતીએ CID ક્રાઇમની ટીમને હોટલની લોબીમાં આવીને લાતો મારી હોવાનું સામે આવ્યું હતું. જેમાં પોલીસ સામે હાથ ઉગામીને આ યુવતીએ મને કેમ લાફો માર્યો એવું પૂછ્યું હતું. ત્યારે વિદેશી યુવતીએ તાયફો કરતા વધુ મહિલા પોલીસ બોલાવી પડી હતી.
30 જુલાઇએ CID ક્રાઈમે કરી હતી રેડ
30 જુલાઈ નાં રોજ રાત્રીના સમયે CID ક્રાઈમની ટીમે હોટલ અને સ્પામાં અલગ અલગ 35 જગ્યાએ રેડ કરી હતી. જેમાં વસ્ત્રાપુરની શૈલી હોટલમાં CID ક્રાઈમ રેડ કરી તપાસ કરતા બે વિદેશી યુવતી હતી જે રેકેટમાં હતી. રેડ સમયે શૈલી હોટલમાં રહેલ બે રશિયન યુવતીઓને કેસમાં સાક્ષી બનાવી ભોગવનાર તરીકે દર્શાવવાના હતા.
પૂછપરછ કરતા વિદેશી યુવતી ઉશકેરાઈ
આ સંદર્ભે યુવતીના ડોક્યુમેન્ટ માગવા અને વેરીફીકેશન કરવા CID ક્રાઈમના એક પીઆઈ ,એક પુરુષ કોન્સ્ટેબલ અને એક મહિલા કોન્સ્ટેબલ પહોચ્યા હતા. ત્યારે યુવતી સાથે પૂછપરછ કરતા વિદેશી યુવતી ઉશકેરાઈ ગઈ હતી. સાથે જ તેણે દરવાજો બંધ કરી દીધો હતો.
પોલીસ પર હુમલો કરવા અંગે ફરિયાદ નોંધવામાં આવી
આ રશિયન યુવતીઓ સામે પોલીસ પર હુમલો કરવા અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં રેડ સમયે CID ક્રાઇમના પીઆઈ જે.વી.રાઠોડ અને સ્ટાફ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.


