- ઈઝરાયલ, ઈરાન, લેબેનોન, હમાસ વચ્ચે ગમે ત્યારે ભીષણ યુદ્ધની આશંકા
- હમાસ અને ઈઝરાયલ વચ્ચે 10 મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્
- ભારતીય નાગરિકો માટે દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી તાબડતોબ વતન જવા સૂચના અપાઈ
મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ વધી ગયો છે. ઈરાન સમર્થિત જૂથે હમાસ અને હિઝબુલ્લાના ટોપ કમાન્ડરની હત્યાનો બદલો લેવાની જાહેરાત કરી છે. મહત્ત્વનું છે કે, ઈઝરાયલે આ અઠવાડિયામાં બેરુતમાં હિઝબુલ્લા કમાન્ડર ફોદ શુકરને ઠાર માર્યો ત્યાર બાદ તહેરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાને મોતને ઘાટ ઉતાર્યો હતો. લેબેનોનમાં હિઝબુલ્લાના નેતા ફોદ શુકરની હત્યા કરાઈ. આ બધી ઘટનાઓથી મધ્ય પૂર્વમાં ક્ષેત્રીય તણાવ વધી ગયો છે.
ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી
ઈઝરાયલના વધતા તણાવ વચ્ચે ભારતે પોતાના નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આી છે. મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ઈઝરાયલમાં રહેતા ભારતીયોની સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા અને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે. આ સિવાય ભારતીય દૂતાવાસે લેબેનોનનો પ્રવાસ કરવાથી બચવા અને ત્યાંથી નીકળવાની સલાહ આપી છે. એર ઈન્ડિયાએ પણ ઈઝરાયલના તેલ અવીવ માટે પોતાની આઠ ઓગસ્ટ સુધી ફલાઈટ મોકૂફ રાખી છે.
ઈઝરાયલે ઈરાન ટેકેદાર જૂથને ચેતવણી આપી
ઈરાન અને તેના સમર્થિત જૂથોને હિઝબુલ્લા અને હમાસ નેતાઓની હત્યા બાદ બદલો લેવાના શપથ ખાધા છે. ઈરાનમાં આ મુદ્દા પર એક બેઠક થઈ છે. જેમાં તેની આગળના પગલાં પર ચર્ચા કરવામાં આવી છે. આ બેઠકમાં બે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એકસાથે હુમલો કરવાની અથવા જુદાજુદા ઈઝરાયલ પર ટાર્ગેટ સાધવાની વાત પર ચર્ચા કરવામાં આવી છે. મિડલ-ઈસ્ટમાં ટેન્શન અને ઈરાની જૂથોની વચ્ચે વધેલા ઘર્ષણ વચ્ચે ઈઝરાયલે પણ પોતાના દુશ્મનોને ચેતવણી આપી કે કોઈપણ પ્રકારની આક્રમતાની તેઓને ભારે કિંમત ચુકવવી પડશે.
અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેને ચિંતા દર્શાવી
તાજેતરના દિવસો અગાઉ મધ્ય-પૂર્વમાં તણાવની સ્થિતિ સામાન્ય બનાવવામાં જોડાયેલા બાઈડેને પણ આ તણાવ પર ચિંતા વ્યક્ત કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ઈસ્માઈલ હાનિયાની હત્યાને જોતા સ્થિતિ વધુ સ્ફોટક બની ગઈ છે. આ મામલે હવે તમામની નજર ટકેલી છે. અત્યાર સુધી ઈઝરાયલે હમાસ અને હિઝબુલ્લા કમાન્ડરની હત્યાની જવાબદારી નથી લીધી. આમ છતાં ઈરાન અને તેના ટેકેદાર જૂથે હત્યા પાછળ ઈઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદનો હાથ હોવાની વાત જણાવી હતી.


