- બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન બાદ દેશમાં અરાજકા અને ઈમરજન્સી કરતાં બદ્દતર સ્થિતિ
- પીએમ શેખ હસીના રાજીનામું આપી હેલિકોપ્ટરથી સીધા ભારત રવાના થયા
- હવે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચનાની તડામાર તૈયારીઓ
પાડોશી દેશમાં અનામત વિરોધ પ્રદર્શન બાદ આજે સોમવાર બપોર બાદ દેશમાં સત્તાનું પરિવર્તન થઈ ગયું છે. સમગ્ર દેશમાં અરાજકાતનો માહોલ સર્જાયો છે. આ દરમિયાન હવે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના બનશે. બાંગ્લાદેશ સૈન્ય પ્રમુખ વકાર-ઉજ-જમાને 48 કલાકમાં વચગાળાની સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આને લઈ હજી કોઈ સત્તાવાર નામ સામે આવ્યું નથી. પરંતુ એક એવું લિસ્ટ સામે આવ્યું છે જેમાં બધા નામ છે.
બાંગ્લાદેશમાં વચગાળાની સરકારમાં સામેલ નામ-
ડૉ. સલીમુલ્લાહ ખાન
ડૉ. આસિફ નઝરુલ
ન્યાયમૂર્તિ નિવૃત્ત મોહમ્મદ અબ્દુલ વ્હાબ મિયા
જનરલ નિવૃત ઈકબાર કરીમ ભુઈયાં
મેજર જનરલ નિવૃત્ત સૈયદ ઈફ્તિખાર ઉદ્દીન
ડૉ. દેબપ્રિયા ભટ્ટાચાર્ય
મતિઉર રહેમાન ચૌધરી
બ્રિગેડિયર જનરલ નિવૃત્ત એમ સખાવત હુસૈન
ડૉ. હુસૈન જિલ્લુર રહેમાન
ન્યાયમૂર્તિ નિવૃત્ત એમ એમ મતીન


