- મહિલા નર્સને સ્કીન સર્જરી કરાવી હોવાથી ફલાઈટમાંથી ઉતારવામાં આવી
- એરલાઈન્સ કર્મચારીએ મહિલાનું અપમાન પણ કર્યું
- મહિલા સ્કીમ ટ્યૂમરની બીમારીથી ઝઝૂમી રહી હતી
કેલિફોર્નિયાની એક મહિલાએ દાવો કર્યો કે તેની સાથે ચામડીની બીમારીને લઈ સાઉથવેસ્ટ એરલાઈન્સમાં ભેદભાવ થયો છે. કેલિફોર્નિયાના એક નાના શહેરની નર્સ બ્રાયના સોલારીએ સ્કીન ટ્યૂમરથી ઝઝૂમી રહી છેય. તે પોતાની સર્જરી માટે લોસ એન્જેલસ આવેલી હતી. સર્જરી પછી તે પરત પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે હોલિવૂડ બરબેક એરપોર્ટ પર તેની ફલાઈઠ પર સવાર થતા રોકવામાં આવી અને તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું.
બ્રાયના સોલારીનો આરોપ છે કે સાઉથવેસ્ટ એરલાઈન્સના કર્મચારીઓએ તેને પ્લેનમાંથી હટાવીને તેનું અપમાન કર્યું હતું. KCRA અનુસાર, ક્રૂએ કહ્યું કે તેના બોર્ડિંગને લઈને કેટલીક ચિંતાઓ હતી, જેના કારણે તેને ઉતારવામાં આવ્યો હતો.
સોલારીને કયો રોગ છે?
સોલારીને ન્યુરોફિબ્રોમેટોસિસ નામની આનુવંશિક વિકૃતિ છે, જેના કારણે તેની ત્વચામાં બિન-કૅન્સરયુક્ત ગાંઠો રચાય છે. “મારી પાસે ન્યુરોફિબ્રોમિન એન્ઝાઇમની ઉણપ છે, જે ગાંઠોને દબાવવામાં મદદ કરે છે,” તેણે સ્થાનિક મીડિયાને જણાવ્યું. તેથી, ગાંઠો ચેતા સાથે વધે છે, આ ગાંઠો નાના દાણા જેવા હોઈ શકે છે અથવા તે ખૂબ મોટા હોઈ શકે છે.
આખો મામલો શું છે ?
ક્રૂ સભ્યોએ કથિત રીતે તેઓની પૂછયું કે શું કોઈ મેડિકલ કંડિશન અથવા બીમારી છે? જેને લઈ તેઓ જવાબ આપ્યો કે તેને કોઈ બીમારી નથી પરંતુ તેઓની તાજેતરમાં સર્જરી થઈ છે. થોડા બીજા સવાલ-જવાબ કર્યા પછી ક્રૂ મેમ્બરે એક તબીબને બોલાવ્યા. સોલારીનો આરોપ હતી કે તેને તબીબને પોતાની સ્થિતિ વિશે જણાવ્યું પરંતુ તેની વાત કોઈએ ઠીકથી ન સાંભળી.
સોલારીએ કહ્યું કે ડૉકટરે તેની તપાસ ન કરી અને તેઓ અસહજ અનુભવવા લાગી. આ દરમ્યાન તેઓને અપમાન અને શરમ અનુભવવી પડી. આ ઘટના પછી તેને પોતાના સર્જનથી ફલાઈટમાં જવા એક નોટ લખાવવી પડી. પરંતુ તેની ફલાઈટ છૂટી ગઈ હતી. ત્યારબાદ સાઉથવેસ્ટે તેની માટે એક નવી ફલાઈટ બુક કરી. સોલારીએ કહ્યું કે પહેલાથી તેને પોતાની બીમારીના લીધે લોકોની વાતોનો સામનો કરવો પડયો. તેઓએ આગળ જણાવ્યું કે આજ પછી સાઉથવેસ્ટ એરલાઈન્સમાં યાત્રા નહિ કરે.


