- બાંગ્લાદેશમાં હિંસકી ટોળાનું વરવું સ્વરૂપ સામે આવ્યું
- ટોળાએ બાંગ્લાદેશી સિંગર રાહુલ આનંદના 140 વર્ષ જૂના ઘરે આગચંપી કરી હતી
- અસામાજિક તત્વોએ અવામી લીગ પાર્ટીના નેતાની હોટલમાં આગ લગાવી દીધી હતી
પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં અત્યારે હિંસાનો દોર યથાવત્ છે. વિદ્યાર્થીઓની અનામક વિરોધી આંદોલન મંગળવારે આખા દેશમાં પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓની માંગ પર નોબલ પુરસ્કાર વિજેતા અને અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ શહાબુદ્દીન અને વિદ્યાર્થી નેતાઓના વચ્ચે થયેલી બેઠક પછી એવો નિર્ણય લેવાયો કે આમાં ત્રણ હથિયારધારી દળોના પ્રમુખ પણ હાજર રહે.
આ બાજું બાંગ્લાદેશમાં બે મહિનાથી ચાલી રહેલી હિંસા મંગળવારે પણ રોકાઈ નહીં. અસામાજિક તત્વોએ અવામી લીગ પાર્ટીના નેતાની હોટલમાં આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં ઈન્ડોનેશિયન નાગરિક સહિત 24 લોકો જીવતાં ભૂંજાઈ ગયાં હતાં. હિંસકી ટોળાએ બાંગ્લાદેશી સિંગર રાહુલ આનંદના 140 વર્ષ જૂના ઘરે આગચંપી કરી હતી. આ અગાઉ તેઓને ક્રિકેટરોના ઘરે પણ હિંસકી હુમલા કરીને આગને હવાલે કરી દીધા હતા. જોણે બાંગ્લાદેશમાં હિંસાના દોરની તવારિખ.
1. બીએનપી નેતા અને પૂર્વ પીએમ ખાલિદા જિયાને જેલથી મુક્ત કર્યા પછી વિદ્યાર્થીઓના પ્રદર્શન પર ચિંતા વ્યક્ત કરાઈ, તેઓએ સત્તા પરિવર્તન પછી ચાલુ હિંસા, બર્બરતા અને સંશાધનો નુકસાન પર ખેદ વ્યક્ત કર્યો હતો.
2. પૂર્વ પીએમ શેખ હસીનાના રાજીનામા પછીથી તેઓ ભારત જતાં રહ્યાં. પહેલા તેઓની યોજના લંડન અથવા ફિનલેન્ડ જવાનો પ્લાન કર્યો હતો, પરંતુ ત્યાંની સરકારે મંજૂરી ન આપતા હાલ તેઓ ભારતમાં જ રહેશે.
3. બાંગ્લાદેશમાં મંગળવારે અવામી લીગ અને તેની સહયોગી પાર્ટીઓના 29 નેતાઓ અને પરિવારનાં સભ્યોનાં મૃતદેહ મળી આવ્યાં હતાં.
4. સોમવારે હિંસકી ટોળાએ અવામી લીગ પાર્ટી સાથે સંકળાયેલ એક નેતાની હોટલમાં આગચંપી કરી હતી. આ ઘટનામાં એક ઈન્ડોનેશિયન નાગરિક સહિત 24 લોકોનાં મોત થયા હતા.
5. મોહીબુલ ચૌધરી, જે હસીના સરકારમાં શિક્ષણ પ્રધાન હતા, ગ્રામીણ વિકાસ પ્રધાન મોહમ્મદ તાજુલ, નાણા પ્રધાન અબુલ હસન અલી, રમત-ગમત પ્રધાન નઝમુલ હસન અને અન્ય પક્ષના નેતાઓ હિંસામાં માર્યા જવાના ડરથી દેશ છોડીને ભાગી ગયા હતા.
6. બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ એએમ મહબૂબે કહ્યું કે અમે ભારત સાથે સારા સંબંધો જાળવી રાખવા માંગીએ છીએ. તમને જણાવી દઈએ કે મહેબૂબ વિપક્ષી પાર્ટી BNPના મહાસચિવ છે.
7. હિંસાને કારણે છેલ્લા 2 દિવસથી બંધ કરાયેલી હવાઈ સેવાઓ આજે ફરી શરૂ થશે. આજે એર ઈન્ડિયા, વિસ્તારા અને ઈન્ડિગો બુધવારે દિલ્હીથી ઢાકાની નિર્ધારિત ફ્લાઈટનું સંચાલન કરશે.
8. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આવેલા નવા પલટન મેદાનમાં પૂર્વ પીએમ ખાલિદા જિાની બીએનપી પાર્ટી આજે એક જનસભા આયોજિત કરશે. આ જનસભાને ખાલિદા જિયાના દીકરા તારિક રહેમાન સંબોધિત કરશે.
9. બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાને લઈ મંગળવારે ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે સંસદમાં નિવેદન આપ્યું હતું. વિદેશ મંત્રીએ જણાવ્યું કે, અમે ઢાકા વહીવટી તંત્રના સંપર્કમાં છીએ. હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, મંદિરોમાં આગચંપી થઈ રહી છે અને લધુમતીઓની દુકાનો-બિઝનેસ પ્રતિષ્ઠાનોમાં લૂંટ થઈ રહી છે, જે ચિંતાજનક છે.
10. બાંગ્લાદેશમાં હિંદુ-બૌદ્ધ અને ખ્રિસ્તી એકતા પરિષદના જણાવ્યા પ્રમાણે સોમવારથી અત્યાર સુધી હિંદુઓના 300 ઘર અને વેપારી પ્રતિષ્ઠાનોમાં તોડફોડ કરવામાં આવી છે. આ ઉપરાંત 15થી 20 હિંદુ મંદિરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અત્યાર સુધી હિંસાના જુદાજુદા કેસમાં 40 લોકો ઈજાગ્રસ્ત થયા છે.


