- તુર્કી દેશમાં એક પ્રવાસી બસ વીજપોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો
- બસ તુર્કીના ઈઝમિર શહેરથી એગ્રી શહેર તરફ જઈ રહી હતી
- અકસ્માત બાદ સ્થાનિકો, પોલીસ અને રાહત ટીમ દ્વારા કાર્યવાહી
તુર્કીમાં બે શહેરો વચ્ચે યાત્રા પર જઈ રહેલી એક બસ શુક્રવારે સવારે હાઈવે પર આવેલા વીજપોલ સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આમાં સવાર નવ લોકોનાં મોત થયા હતા. જ્યારે ઓછામાં ઓછા 26 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ભીષણ દુર્ઘટના તુર્કીના રાજધાની અંકારાથી આશરે 80 કિલોમીટર દૂર પોલાટલી શહેર નજીક થયો હતો. આ બસ પશ્ચિમ તુર્કીના ઈઝમિર શહેરથી દેશના પૂર્વમાં એગ્રી શહેરની તરફ જઈ રહી હતી. પરંતુ હાઈવે પાસે એક વીજપોલ સાથે અથડાઈ હતી.
અથડામણ એટલી ભયાનક હતી કે બસનું પડખું આખું ચિરાઈ ગયું હતું. નવ પ્રવાસીઓનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જેથી સ્થાનિક લોકો ઉપરાંત પોલીસ અને રાહત ટીમના સભ્યોએ ઈજાગ્રસ્તોને તાબડતોબ હોસ્પિટલ ખસેડાયા હતા. આ ભીષણ દુર્ઘટનાને લીધે હાઈવેને એકબાજુંથી બંધ કરવો પડયો હતો. અકસ્માતનું કારણ અત્યારે પૂરતું તો સામે આવ્યું નથી. ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે કોઈ જાણકારી સામે આવી નથી. બસ એટલું જ જાણવા મળ્યું છે કે ઈજાગ્રસ્તોને પોલાટલી શહેર અને અંકારા હોસ્પિટલમાં લઈ જવાયા છે.
પ્રવાસી બસમાં યાત્રિકોની સંખ્યા સામે આવી નહીં
અત્યારે પૂરતું તો એ જાણકારી સામે આવી નથી કે દુર્ઘટનાનો શિકાર બનેલી બસમાં કુલ કેટલા પ્રવાસીઓ સવાર હતા. પરંતુ એટલું અનુમાન લગાવી શકાય છે કે, આવામાં આશરે 40કે 50 પ્રવાસીઓ હાજર હોવા જોઈએ. તમામ પ્રવાસીઓને એમ્બ્યુલન્સથી લઈ જવામાં આવી રહ્યા છે.


