- દરેક વ્યકિતને ડ્રીમ જોબનું સપનું હોય છે
- આ કામ માટે તમારે માત્ર શખ્સના આઉટફિટ્સની પંસદગી કરવાની હોય છે
- બ્રિટનના એક મલ્ટિ મિલિયોનેર બેરી ડ્રેવિડે તાજેતરમાં પીએ માટે જોબ અરજીની જાહેરાત આપી
દરેક વ્યકિતને ડ્રીમ જોબનું સપનું હોય છે. દરેક માટે ડ્રીમ જોબના અર્થ જુદાજુદા હોય છે. કોઈ માટે ડ્રીમ જોબનો અર્થ એવું કામ જે તે કરવા ઈચ્છે છે. કોઈ માટે ડ્રીમ જોબનું સપનું પણ એવું હોય છે. જેમાં વધુમાં વધુ પૈસા મળે, કામ ખૂબ સરળ હોય. ડ્રીમ જોબની એવી ઘણી પરિભાષાઓમાંથી એક જોબ વિશે અમે આપને જણાવીએ કે જે અંગે તમે જાણીને ચોંકી જશો.
આ કામ માટે તમારે માત્ર શખ્સના આઉટફિટ્સની પંસદગી કરવાની હોય છે. ઉદાહરણ તરીકે જો તે શખ્સ ઓફિસમાં જાય તો શું પહેરશે, જો તે કોઈ પાર્ટીમાં જશે તો તેને કેવા કપડાં પહેરવા જોઈએ. આ કામ માટે તેને મહિને કરોડો રૂપિયા વેતન તરીકે ચુકવાશે.
અરજી કોણે કાઢી
બ્રિટનના એક મલ્ટિ મિલિયોનેર બેરી ડ્રેવિડે તાજેતરમાં પીએ માટે જોબ અરજીની જાહેરાત આપી હતી. જેમાં તેને કહ્યું કે પોતાની લકઝરી લાઈફસ્ટાઈલને મેનેજ કરવા એક પર્સનલ આસિસ્ટંટની જરીર છે. કામની વિગતો આપતા જણાવ્યું કે દરરોજ તેને કપડાં પહેરવાની પસંદગી કરી આપે. આ સિવાય તે તેની સાથે પણ રહેશે.
શિફ્ટનો સમય શું હશે?
મળતી માહિતી પ્રમાણે અરજદારે યુકેમાં રહેવું પડશે. ઉપરાંત, તેણે ફક્ત તેના આલીશાન મકાનમાં જ રહેવું પડશે. બેરીએ એમ પણ કહ્યું કે આ પદ માટે કોઈ ઔપચારિક અનુભવની જરૂર નથી, અઠવાડિયામાં બે દિવસની રજા રહેશે. તમારે સોમવારથી શુક્રવાર સુધી 10 કલાક કામ કરવું પડશે, જ્યાં તમને દર અઠવાડિયે 30 થી 40 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે.
આ સમાચાર બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોઈ કહે છે કે હું આટલા લાંબા સમયથી આવી નોકરીની રાહ જોઈ રહ્યો હતો. કેટલાક લોકો કહે છે કે શું ખરેખર આટલું કામ કરવાની જરૂર પડશે, આ અલગ વાત છે.


