- દુનિયામાં સૌથી જાડા વ્યકિત એવા ખાલિદ બિન મોહસીન શારીએ 610 કિલો વજન ઘટાડયું
- સાઉદી અરેબિયાના કિંગ અબ્દુલ્લાની મદદથી કસરત, તબીબોની દેખરેખ અને સર્જરીથી વજન ઓછું કર્યું
- 10 વર્ષ પહેલા ખાલિદ બિન મોહસીનનું વજન 610 કિલો હતું, હવે 63 કિલો છે
માનવ શરીરમાં જો વધારે પડતું વજન હોય તો બેડોળ થઈ અનેક બીમારીઓની ઝપટે ચઢી જતું હોય છે. જો કોઈનું વજન અધધ 600 કિલો કરતાં વધુ હોય તો તેની શું સ્થિતિ હશે આ વિચારીને પણ ડઘાઈ જવાય. વિશ્વના સૌથી વજન ધરાવતા વ્યકિત ખાલિદ બિન મોહસીન શારીનું વર્ષ-2013માં 610 કિલો વજન હતું. એ સમયે કોઈએ પણ નહીં વિચાર્યું હોય કે આ વ્યકિત ફરીથી વજન ઓછું કરી શકશે.
સાઉદી અરબના કિંગ અબ્દુલ્લાને લીધે ખાલિદ બિનનું જોરદાર ટ્રાંસફોર્મેશન થયું અને તબીબોની એક ટીમની મદદથી ખાલિદે અત્યાર સુધી કુલ 542 કિલો વજન ઘટાડી દીધું છે. 10 વર્ષ પહેલા જેને ખાલિદને જોયો હશે તે આજે ખાલિદને જોઈ પોતાની આંખો પર વિશ્વાસ નહીં કરી શકે.
વર્ષ-2013માં વજન 610 કિલો હતું
જો કોઈ વ્યક્તિનું વજન 610 કિલો છે તો તેનું વજન માત્ર 80 કિલો જેટલું ઘટાડવું એ કોઈ ચમત્કારથી ઓછું નથી. વર્ષ 2013માં ખાલિદ બિન મોહસીન શારીની હાલત પણ આવી જ હતી. તેમના 600 કિલોથી વધુ વજનના કારણે તેઓ સંપૂર્ણપણે પથારીવશ હતા અને લગભગ 3 વર્ષ સુધી પથારીવશ રહ્યા હતા.
સાઉદીના રાજા દેવદૂત બન્યા
સાઉદી અરેબિયાના કિંગ અબ્દુલ્લા ખાલિદના જીવનમાં દેવદૂતની જેમ આવ્યા. જ્યારે તેને ખાલિદની સ્થિતિ વિશે જાણ થઈ ત્યારે તેણે ખાલિદને વ્યાપક તબીબી સંભાળ પૂરી પાડી. તેનો સમગ્ર ખર્ચ રાજાએ પોતે ઉઠાવ્યો હતો. ખાલિદ અત્યાર સુધીના ઈતિહાસમાં દુનિયાના બીજા સૌથી વજનદાર વ્યક્તિ છે. જેઓ સંપૂર્ણપણે તેમના મિત્રો અને પરિવાર પર નિર્ભર હતા. તેને તેના રોજિંદા કાર્યો માટે પરિવાર અને અન્ય લોકોની મદદની પણ જરૂર હતી.30 તબીબોની ટીમ ખડેપગે તૈનાત
ખાલિદની મેડિકલ કંડિશનને જોતા 30 મેડિકલ પ્રોફેશનલ્સની ટીમ તેનું વજન ઓછું કરવા દિવસ-રાત લાગેલા રહ્યા. મળતી માહિતી અનુસાર, વિશેષ ડિઝાઈન કરેલી પથારીથી ખાલિદને તેના ઘરે જાજનથી સાઉદી અરબના કિંગ ફહાદ મેડિકલ સિટી લાવવામાં આવ્યા જે રિયાધમાં આવેલું છે.
અહીં તેને સ્પેશિયલ સારવાર આપવામાં આવી. જેમાં ગૅસ્ટ્રિક બાયપાસ સર્જરી અને ટેલોરેડ ડાયટની સાથે કસરત સામેલ હતી. પહેલા તો છ મહિનામાં ખાલિદે પોતાનાથી આશરે અડધું વજન ઓછું કરી દીધું. વર્ષ-2023 સુધી ખાલિદે પોતાનું વજન ઘટાડીને 63.5 કિલો સુધી કરી લીધું. જો કે હજી પણ તેના શરીમાં જમા વધારાની ચામડીને ઓછી કરવા માટે ઘણી સર્જરીની જરૂર પડશે.


