- વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ જવા રવાના થયા
- પીએમ મોદી પહેલા પોલેન્ડ બાદ 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાતે જશે
- રશિયાએ કહ્યું આ અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના પ્રવાસે નીકળી ચુક્યા છે. પોલેન્ડના પ્રવાસ પછી તેઓ 23 ઓગસ્ટે યુક્રેનની રાજધાની કીવ પહોંચશે. આ દરમિયાન યુક્રેને બુધવારે સવારે રશિયાની રાજધાની મૉસ્કો ઉપર સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. રશિયાએ જણાવ્યું કે, યુદ્ધ શરૂ થયા પછી મૉસ્કો પર આ અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ ગત મહિને રશિયાનો પ્રવાસ કર્યો હતો.
રશિયાએ યુક્રેનના એક શહેર પર કબ્જો કર્યો
આ અગાઉ મંગળવારે રશિયાએ યુક્રેનના એક શહેર પર સંપૂર્ણ કબ્જો કરી લીધાનો દાવા કર્યો હતો. રશિયન સૈન્યના જણાવ્યા પ્રમાણે તેને યુદ્ધના મહત્ત્વના લોજિસ્ટિક હબ મનાતા પૂર્વી યુક્રેનના નિયુયાર્ક પર કબ્જો કર્યો હતો. આનાથી આખા ડોનેસ્ક રીઝન પર કબ્જો કરવામાં મદદ મળશે. બીજી બાજું યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીએ કહ્યું કે, યુક્રેની સૈનિકોને પશ્ચિમી રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં 1,250 વર્ગ કિલોમીટર વિસ્તાર પર કબ્જો થયો છે. આમાં 92 વસ્તી સામેલ છે.
પીએમ મોદીના રશિયા પ્રવાસ પર જેલેન્સકીએ વિરોધ કર્યો હતો
વડાપ્રધાન મોદીએ જુદાજુદા મંટથી કહ્યું કે, વાતચીતથી જ રશિયા-યુક્રેન સંઘર્ષ રોકી શકાશે. ગત મહિને પીએમ મોદીએ રશિયાનો પ્રવાસ કર્યો હતો. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી અને તેઓને યુદ્ધને લઈને વાતચીત કરી હતી. જો કે પીએમ મોદીના રશિયા પ્રવાસને લઈ યુક્રેનના રાષ્ટ્રપતિએ આકરી ટીકા કરી હતી.


