- પાકિસ્તાની વિદ્યાર્થીઓ ભારતમાં અભ્યાસ કરવા માટે સ્ટુડન્ટ વિઝા મેળવી શકે છે
- ભારતીય સ્ટુડન્ટ વિઝા મેળવવા માટેની કેટલીક શરતો છે
- ભારતીય સ્ટુડન્ટ વિઝા મેળવવાના નિયમો શું છે
ભારતમાં ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા અને વિવિધતાએ દુનિયાભરના વિદ્યાર્થીઓને આકર્ષિત કર્યો છે. બાંગ્લાદેશ, શ્રીલંકા, ફ્રાન્સ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા દેશોના વિદ્યાર્થીઓ ભારતીય યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા આવે છે. આ લિસ્ટમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે, પરંતુ તેમને ભારતીય વિદ્યાર્થી વિઝા મેળવવામાં અનેક અવરોધોનો સામનો કરવો પડે છે.
ભારતીય સ્ટુડન્ટ વિઝા મેળવવા માટેની શરતો
વિઝા માટેની પાત્રતા
પાકિસ્તાની વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ કરવા માટે સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે કેટલીક શરતો પૂરી કરવી પડે છે. વિઝા ફક્ત માન્ય ભારતીય યુનિવર્સિટીઓમાં એન્જિનિયરિંગ, મેડિકલ, લો અને મેનેજમેન્ટ જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે જ આપવામાં આવે છે. શાળા કક્ષાના શિક્ષણ માટે સ્ટુડન્ટ વિઝા મેળવવો મુશ્કેલ છે.
જરૂરી ડોક્યુમેન્ટ
પાકિસ્તાની વિદ્યાર્થીઓએ માન્ય ભારતીય શૈક્ષણિક સંસ્થામાં ફુલટાઈમ ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ-ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશનો પુરાવો સબમિટ કરવો આવશ્યક છે. આ સાથે, તેમને ભારતમાં અભ્યાસ અને રહેવાના ખર્ચને આવરી લેવા માટે પૂરતા ભંડોળનો પુરાવો આપવો પડશે. ભારતીય મિશન એ સુનિશ્ચિત કરવું જોઈએ કે વિદ્યાર્થી પાસે ઓછામાં ઓછા 4 મહિના માટે પૂરતું ભંડોળ છે.
રજિસ્ટ્રેશન અને સૂચના
સ્ટુડન્ટ વિઝા પર ભારત આવ્યા બાદ પાકિસ્તાની વિદ્યાર્થીએ 24 કલાકની અંદર સ્થાનિક પોલીસ સ્ટેશન (FRO)માં પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને તેના રહેઠાણની માહિતી આપવી પડશે. જો વિદ્યાર્થી તેના/તેણીના રહેઠાણનું સ્થાન બદલે છે, તો તેણે પ્રસ્થાનના 24 કલાક પહેલા લેખિત સૂચના આપવી પડશે.
વિઝા રેજેક્શન
પાકિસ્તાની વિદ્યાર્થીઓની વિઝા અરજીઓ વારંવાર રિજેક્ટ કરવામાં આવે છે, જેના પાછળ વિવિધ વહીવટી અને સુરક્ષા કારણોસર હોય છે. તેથી વિઝા અરજી દરમિયાન તમામ જરૂરી ડોક્યુમેન્ટ અને શરતોને પૂર્ણ કરવી અત્યંત મહત્વપૂર્ણ છે. પાકિસ્તાની વિદ્યાર્થીઓ માટે ભારતીય વિદ્યાર્થી વિઝા મેળવવી એ એક જટિલ પ્રક્રિયા હોઈ શકે છે, પરંતુ યોગ્ય ડોક્યુમેન્ટ અને પ્રક્રિયાઓને ફોલો કરીને તે શક્ય છે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.


