શેરબજારમાં રાતો રાત લખપતિ થઇ જવાની કહેવાતા શેર એકસપર્ટની એપનો બન્યા શિકાર
ડમી એકાઉન્ટ ખોલાવી મુખ્ય એકાઉન્ટ સાફ કરાવી નાંખ્યું
શરૂઆતમાં ૧ લાખ રૂપિયા પર રૂ.3૦ હજારનો પ્રોફિટ બતાવતા બેલાબેન ફસાયા
આપણે ત્યાં કહેવત છે કે લોભે લક્ષણ જાય. આ કહેવતનો આધુનિક વ્હાઇટ કોલર અને ખૂબ જ શાતિર દિમાગના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડસ્ટરોએ બખૂબી ઉપયોગ કર્યો છે. રાજકોટ બીએસએનએલમાં નોકરી કરતા બેલાબેન વેદે તા.પમે થી ૧૦ જૂન સુધીમાં રૂ.૫૫ લાખ ગુમાવ્યા છે. શેરબજારમાં આઇપીઓમાં તથા ટ્રેડીંગમાં થોડા સમયમાં અબજોપતિ બનાવી દેવાની જાહેરાત કરનાર સાયબર માફિયાઓએ બેલાબેનને ખૂબ જ બુધ્ધીપૂર્વક તેમની જાળમાં ફસાવ્યા હતાં. FRAGEMAWY નામની એક એપ દ્વારા કરોડો રૂપિયા ગુમાવી દેવાની લાલચ આપતા ગ્રુપમાં બેલાબેન જોડાયા હતા. આ ગ્રુપમાં ડમી લાભાર્થીઓ મોટી સંખ્યામાં હોય તેવો રોજ જે નફો કરતા હોય તેના એકાઉન્ટ ગ્રુપમાં શેર કરતા હતાં.
બેલાબેનને અજાણ્યા લોકોની આ ચાલની ખબર ન્હોતી પડી અને તેમને એમ થયું કે આ બધા લોકો કમાય છે તો હું પણ કેમ ન કમાઉ? તેમણે આ કંપની વિશે તપાસ કરી તો પેરીસની જેમવે નામની કંપની હોવાનું ગુગલમાંથી જાણવા મળતા બેલાબેનનો વિશ્વાસ વધ્યો હતો. બેલાબેને શરૂઆતમાં રૂ.૧ લાખ જેવી રકમ અન્ય એક ખાતામાં ટ્રાન્સફર કરી હતી. બેલાબેનને એમ હતું કે આ મારૂ એકાઉન્ટ છે. તેમણે વધુ રકમ રોકવા માટે નવી નવી ઓફર આપવામાં આવતી હતી. એક દિવસ બેલાબેને એક આઇપીઓ માટે રૂ.૧૦ લાખ રોકયા હતા. બેલાબેને જણાવ્યું હતું કે આ લોકો એટલા શાતિર દિમાગના છે કે તેમણે ખોલેલા એકાઉન્ટમાં રૂ.૧૦ લાખ જમા કરાવ્યા બાદ તેમના એકાઉન્ટમાં પ્રોફિટ બતાવ્યો હતો.
એક તબક્કે મારા એકાઉન્ટમાં અઢી કરોડ જેવી રકમ જમા થતાં મને થયું કે આ રકમ હું મારા ખાતામાં ટ્રાન્સફર કરી લઉ. જેથી હું મારા બેંક એકાઉન્ટમાંથી રકમ ટ્રાન્સફર કરાવવા ગઇ ત્યારે ખ્યાલ આવ્યો કે મારો પ્રોફિટ બતાવતી આ કંપની ફ્રોડ કંપની છે. મારૂ એકાઉન્ટ તાત્કાલીક લોક થઇ ગયું હતું તેમજ તેમની સાથેના એપ્લીકેશન સહિતના વ્યવહારો ડિલીટ થઇ ગયા હતા. મને ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે હું મોટી ટ્રેપમાં ફસાઇ ગઇ છું અને મેં સાયબર ક્રાઇમનો સંપર્ક કરતા તેમણે આ કંપની વિશે અનેક શોધખોળ કરી હતી. પરંતુ આંતરરાષ્ટ્રીય સાંઠગાંઠ ધરાવતા ફ્રોડસ્ટરોની આ ડમી કંપની હતી. જે બધુ જ વિખેરાઇ જતા હાલ અમારી પાસે કોઇ પુરાવા રહ્યા નથી. લોકોને આવી લાલચમાં ન આવવા પણ બેલાબેને અપીલ કરી હતી.