- પૂરપાટ જતી ટ્રકે કારને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો
- કારમાં સવાર ચાર ભારતીયો જીવતા ભૂંજાયા
- અમેરિકાના ટેક્સાસમાં ગમખ્વાર અકસ્માતની ઘટના
અમેરિકાથી એક દુ: ખદ ઘટના સામે આવી છે. જ્યાં ટેક્સાસમાં પાંચ વાહનો વચ્ચે ટક્કર થતા ચાર ભારતીયોનાં મોત થયા છે. મૃતકોમાં એક મહિલા પણ સામેલ છે. આ ગમખ્વાર અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે એક પૂરપાટ વેગે ધસી આવતી ટ્રકે કારને પાછળથી ટક્કર મારી હતી. આ અથડામણ પછી કારમાં ભીષણ આગ લાગી હતી અને તમામ યાત્રિકો બળીને ભડથું થઈ ગયા હતા. પીડિચોની ઓળખ માટે ડીએનએ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
મૃતકોની ઓળખ થઈ
ભીષણ અકસ્માતમાં મૃતકોની ઓળખ થઈ ચુકી છે. આમાં આર્યન રઘુનાથ, ઓરમપતિ, ફારુખ શેખ, લોકેશ પલાચારલા અને દર્શિની વાસુદેવન તરીકે કરવામાં આવી છે. આ તમામ એક કાર પુલિંગ એપથી સંકળાયેલા હતા અને અરકંસાસના બેંટનવિલેની તરફ જઈ રહ્યા હતા. આર્યન અને તેના મિત્ર ફારુક ડલાસમાં એક સંબંધીને મળીને પરત આવી રહ્યા હતા, જયારે મૃતક લોકેશ પોતાની પત્નીને મળવા જઈ રહ્યો હતો. દર્શિની જે યુનિવર્સિટી ઑફ ટેક્સાસમાં માસ્ટર ડિગ્રી કરી ચુકી હતી.


