અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની એક પોસ્ટથી હંગામો મચાવી દીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, આવતીકાલની રાત ખૂબ મોટી રહેવાની છે. આ વખતે હું તેને બરાબર જેમ છે તેમ કહીશ. આ પોસ્ટ પછી, આખી દુનિયામાં આ વાતને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે કે શું ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પર બદલો લેવાની તૈયારી કરી છે કે પછી તેઓ પુતિનને મળીને નવો ‘બોમ્બ’ ફેંકવાના છે.
કાલે એક મોટો વિસ્ફોટ થશેઃ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને હંગામો મચાવી દીધો છે. તેણે કહ્યું કે આવતીકાલની રાત ખૂબ મોટી થવાની છે. આ પોસ્ટના એક કલાક પહેલા, તેમણે એક પોસ્ટ પણ કરી હતી જેમાં તેમણે ઝેલેન્સકીનો ઉલ્લેખ કર્યો હતો. આના એક કલાક પહેલા તેણે બીજી પોસ્ટ પણ મૂકી હતી. આમાં તેમણે કહ્યું કે, એકમાત્ર રાષ્ટ્રપતિ જેમણે રશિયાને યુક્રેનની એક પણ જમીન આપી નથી તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. યાદ રાખો કે જ્યારે નબળા અને બિનઅસરકારક ડેમોક્રેટ્સ ટીકા કરે છે. ત્યારે ફેક ન્યૂઝ તેમની બધી વાતો ખુશીથી બહાર પાડે છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથેની તેમની મુલાકાત અને ચર્ચા પછી ટ્રમ્પે આ ‘કાલની રાત મોટી હશે’ તેવી પોસ્ટ કરી. બંને નેતાઓ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિના ઓવલ ઓફિસમાં મુલાકાત થઈ હતી. બંને વચ્ચે ઉગ્ર દલીલ થઈ. આ બધું એટલા માટે થયું કારણ કે ઝેલેન્સકીએ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે પુતિનની પણ ટીકા કરી.
ઘણા દેશો ઝેલેન્સકીના સમર્થનમાં
આ ચર્ચા પછી, ઘણા દેશો ઝેલેન્સકીના સમર્થનમાં આવ્યા. આ યાદીમાં બ્રિટિશ વડા પ્રધાન સ્ટોર્મરનું નામ પણ સામેલ છે. ઝેલેન્સ્કીને મળ્યા બાદ તેમણે કહ્યું કે તેમને દેશનો અતૂટ ટેકો છે. લંડનમાં ઝેલેન્સકી અને સ્ટોર્મર વચ્ચે એક મુલાકાત પણ થઈ હતી. સ્ટોર્મરે ઝેલેન્સકીને કહ્યું કે, જેમ તમે બહાર રસ્તા પર સૂત્રોચ્ચાર સાંભળ્યા છે. તેમ તમને સમગ્ર યુકેમાં સંપૂર્ણ સમર્થન છે. તેમણે કહ્યું, અમે તમારી સાથે છીએ. યુદ્ધ ગમે તેટલો સમય ચાલે. આ અંગે, ઝેલેન્સકીએ તેમનો અને બ્રિટનના લોકોનો તેમના સમર્થન અને મિત્રતા બદલ આભાર માન્યો. આ મુલાકાત પછી સ્ટોર્મરે યુએસ પ્રમુખ ટ્રમ્પ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે પણ વાત કરી હતી.


