પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના મોરેશિયસના પ્રવાસે છે. આ પ્રવાસ બંને દેશ માટે મહત્વપૂર્ણ છે. મોરેશિયસના પીએમના આમંત્રણ પર પીએમ મોદી અહીં પહોંચ્યા છે. મોરેશિયસમાં 57માં રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિના રૂપમાં પીએમ મોદી સામેલ થશે. ભારતીય નૌસેનાની એક ટુકડી અને જહાજ પણ મોરેશિયસ પહોંચી રહ્યુ છે. મોરેશિયસના તમામ 34 મંત્રીએ પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતું.
ચીનના પ્રભાવને ઓછો કરવું એ લક્ષ્ય
પીએમ મોદીએ એક્સ પર લખ્યુ હતુ કે, તેઓ મોરેશિયસના બે દિવસના પ્રવાસે જઇ રહ્યા છે. અને અહીનાં 57માં રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિના રૂપમાં ઉપસ્થિત રહેશે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, તેઓ ત્યાં પોતાના મિત્ર અને પીએમ ડૉક્ટર નવીનચંદ્ર રામગુલામને મળશે. તેઓ ભારતીય સમુદાય તરફથી તેમની સામે પક્ષ મુકશે. હિંદ મહાસાગરની રાજનીતિ પ્રમાણે પીએમ મોદી માટે આ મુલાકાત ખૂબ ખાસ છે. અન સાથે જ ચીનનો વધતો પ્રભાવ ઓછો કરવો એ લક્ષ્ય છે.
મોરેશિયસને મીની ઇન્ડિયા કહેવાય છે
મોરેશિયસની સંસ્કૃતિ ભારત સાથે વધુ જોડાયેલી છે. તેથી તેને મીની ઇન્ડિયા કહેવામાં આવ છે. મોરેશિયસમાં વેપાર અને વધતી તાકાત માટે ભારત પોતાનું સમર્થન આપે છે. તો મુલાકાત દરમિયાન ભારતીય નૌસેના માટે કરાર પણ કરવામાં આવશે. સમુદ્ર સુરક્ષા માટે પણ મહત્વની કાર્યવાહી હાથ ધરાશે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી અને મોરેશિયસ પ્રધાનમંત્રી સિવિલ સર્વિસ કોલેજનું ઉદ્ધઘાટન પણ કરશે. અહીં ભારતની આર્થિક મદદથી તૈયાર કરવામાં આવેલું હેલ્થ સેંટર પણ ખુલશે. હમણા સુધી ભારતે મોરેશિયસને 1.1 બિલિયન ડૉલરની મદદ કરી છે.


