અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પરત ક્યારે આવશે આ સવાલ દેશવાસીઓને સતાવી રહ્યો છે. 9 મહિનાથી આ બંને અંતરિક્ષમાં છે. જો કે આશા હતી કે તેઓ પૃથ્વી પર હવે બહુ જલ્દીથી જ પરત ફરશે પરંતુ આ આશા પર પણ પાણી ફેરવાઇ ગયુ ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. સુનિતાના પાછા ફરવા માટે યુએસ સ્પેસ એજન્સી નાસા ક્રૂ-10 નામનું સ્પેસશીપ લોન્ચ કરવા જઈ રહી હતી પરંતુ ટેકનિકલ મુશ્કેલીઓને કારણે, ક્રૂ-10 નું લોન્ચિંગ મુલતવી રાખવું પડ્યું.
તો હવે ક્યારે પરત ફરશે?
મહત્વનું છે કે તેઓ આ મિશન પર 8 દિવસ માટે ગયા હતા પરંતુ બોઇંગના સ્ટારલાઇનરમાં ખામી સર્જાવાને કારણે બંને અવકાશમાં ફસાયેલા છે. તેઓ ક્યારે પાછા આવશે તેની કોઇ જાહેરાત કરવામાં આવી હતી. હા, નાસાએ ક્રૂ-10 ના લોન્ચ દરમિયાન અધિકારીઓએ મિશન રદ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે આગામી કઇ તારીખે આ મિશન લોન્ચ કરાશે તેની કોઇ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે નાસા તેઓ પરત લાવવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યુ છે. આશા હતી કે તેઓ 19-20 માર્ચ 2025ના રોજ પરત આવશે. પરંતુ નાસાની આ બીજી યોજના પણ નિષ્ફળ ગઇ.
8 દિવસ માટે જ ગયા હતા
મહત્વનુ છે કે નાસાએ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના સ્થાને ચાર અવકાશયાત્રીઓને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર મોકલવાની યોજના બનાવી હતી. તેમને મોકલવા માટે, ફ્લોરિડાથી સ્પેસએક્સ રોકેટ લોન્ચ કરવાની યોજના હતી, પરંતુ હવે આ લોન્ચિંગ હાલ પૂરતું રદ કરવામાં આવ્યું છે. અવકાશયાત્રીઓ સુનિતા અને બુચ વિલ્મોર બંને અનુભવી નૌકાદળના પરીક્ષણ પાઇલટ છે. તે બંને ફક્ત 8 દિવસ માટે ISS ગયા હતા, પરંતુ તેમનું મિશન ઘણું આગળ વધી ગયું હતું. બોઇંગનું સ્ટારલાઇનર કેપ્સ્યુલ, જે તેમને અવકાશમાં લઈ જતું હતું, તે ખરાબ થઈ ગયું અને તેમના વિના પૃથ્વી પર પાછું ફર્યું હતું.
બંને અવકાશયાત્રીઓના શું છે હાલ?
નાસાએ પુષ્ટિ કરી હતી કે બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર સંશોધન અને જાળવણીમાં મદદ કરતી વખતે સુરક્ષિત છે. 4 માર્ચના રોજ એક ફોન કોલમાં, વિલિયમ્સે મિશન પછી પોતાના પરિવાર અને પાલતુ કૂતરાઓ સાથે ફરી મળવાનો ઉત્સાહ વ્યક્ત કર્યો. સુનિતા વિલિયમ્સે વધુમાં જણાવ્યું કે આ તેમના માટે રોલર કોસ્ટર રાઇડ જેવુ રહ્યું. વિલંબ હોવા છતાં, ISS પર તેમનું કાર્ય રસપ્રદ રહ્યું છે.


