ભારત સાથે લડવું પાકિસ્તાનને ભારે પડ્યું છે. ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાન પર કુદરતનો કહેર જોવા મળ્યો. ગતરાત્રિએ શનિવારના રોજ મોડી રાત્રે પાકિસ્તાનમાં ભૂકંપના આચંકા આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. પાકિસ્તાનમાં શનિવારે રાત્રે 1:44 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી અને તેનું કેન્દ્રબિંદુ 10 કિમીની ઊંડાઈએ હતું. પાકિસ્તાનમાં અગાઉ સોમવારના દિવસે પણ ભૂકંપ આવ્યો હતો.
પાકિસ્તાનમાં ભકૂંપના આંચકા
પાકિસ્તાનમાં શનિવારે રાત્રિએ આવેલા 4.0 તીવ્રતાના ભૂકંપથી હજુ સુધી કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર સામે આવ્યા નથી. નફ્ફટ પાકિસ્તાને અત્યારે તેની અવળચંડાઈ છોડતું નથી અને છેલ્લા ત્રણ દિવસથી ભારત પર સતત હુમલા કરી રહ્યું છે. જ્યારે ભારતની સેનાએ તેના તમામ પ્રયાસ નિષ્ફળ બનાવ્યા છે. પાકિસ્તાન રાત્રિએ જ જાગતુ હોય તેવું લાગે છે કારણ કે છેલ્લા બે દિવસમાં તેણે રાત્રિના નવ વાગ્યાની આસપાસ હુમલો કરવાનું શરૂ કરે છે. પાકિસ્તાનમાં આવેલ ભૂકંપના આંચકા તેમના કાળા કામના કારણે કુદરત પણ જાણે તેનાથી નારાજ થઈ હોય તેવું ત્યાંના જ લોકો કહી રહ્યા છે.
અગાઉ ભૂકંપના આચંકાથી ધ્રુજયુ પાકિસ્તાન
અગાઉ પણ સોમવારના રોજ સવારે પણ 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે આફ્ટરશોક્સનો ભય વધુ ઘેરો બન્યો હતો. આવી સ્થિતિમાં, વારંવાર આવતા ભૂકંપના આંચકાઓએ ત્યાંના લોકોમાં ભય ફેલાવી દીધો છે. ઘણા લોકો કુદરત તરફથી ચેતવણી ગણાવી રહ્યા છે. જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા 18 દિવસથી યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન પર હવાઈ હુમલા કર્યા, જેના બદલામાં પાકિસ્તાને ભારત પર ડ્રોન મિસાઈલ હુમલા કર્યા. પાકિસ્તાન 3 દિવસથી ભારત પર હુમલો કરી રહ્યું છે. પાકિસ્તાની સેનાએ ગઈકાલે રાત્રે ભારત પર ફતેહ-1 મિસાઈલ પણ છોડી હતી, જેને ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ તોડી પાડી હતી.


