મેક્સિકોમાં વિમાન ક્રેશ થવાની દુર્ઘટના બનવા પામી છે. એક નાનું વિમાન ક્રેશ થવાની દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણ લોકોના મોત થયા. અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે વિમાન ક્રેશ થયાના દુર્ઘટનામાં બે ગ્વાટેમાલાના પાઇલટ અને એક મેક્સીકન ક્રૂ મેમ્બરના મોત નિપજયા. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે આ નાનું વિમાન સ્ક્રુવોર્મ માખીઓ છોડી રહ્યું હતું.
પશુધન માટે જોખમી સ્ક્રુવોર્મ માખી
સ્ક્રુવોર્મ માખીઓ વધુ જોખમી હોવાના કારણે અમેરિકા અને મેક્સિકોએ સંયુક્તપણે આ માખીની ગંભીર અસર દૂર કરવા એક અભિયાન હાથ ધર્યું છે. અને આ અભિયાન અંતર્ગત નાનુ વિમાન સ્ક્રુવોર્મ માખી છોડી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના બનવા પામી. સ્ક્રુવોર્મ માખીઓ પશુધનને નુકસાન પહોંચાડે છે. તે પ્રાણીઓના શરીર પર ઇંડા મૂકે છે અને તેમના લાર્વા પ્રાણીઓની ત્વચાને નુકસાન પહોંચાડતા તેમના માટે ઘાતક બને છે. જેના કારણે પ્રાણીઓના મોત થવાનું જોખમ રહે છે.
સ્ક્રુવોર્મ માખીની પ્રજાતિ નષ્ટ કરવાનું અભિયાન
આમ, સ્ક્રુવોર્મ માખીઓ પશુઓને હાનિ પહોંચાડતા આર્થિક નુકસાન થવાની સંભાવના અનેકગણી વધે છે. અને એટલે જ અમેરિકા અને મેક્સિકો સંયુક્તપણે સ્ક્રૂવોર્મ માખીઓના આ પ્રકોપને નિયંત્રણ કરવા એક ખાસ અભિયાન હાથ ધર્યું છે. જેમાં વૈજ્ઞાનિક રીતે માખીઓને એવા વાતાવરણ છોડવામાં આવે છે જ્યાં તેમની પ્રજનન ક્ષમતા સંપૂર્ણ બંધ થઈ જાય અને ધીરે-ધીરે આ માખીની વસ્તી ઓછી થાય. આમ, પશુધનને નુકસાન પહોંચાડનાર સ્ક્રૂવોર્મ માખીની જાતિ નષ્ટ થઈ જાય. ગતશુક્રવારે એક નાનું પ્લેન આ અભિયાન અતંર્ગત સ્ક્રૂવોર્મ માખીને એવા વાતાવરણમાં છોડવા જઈ રહ્યું ત્યાં વિમાન જ દુર્ઘટનાગ્રસ્ત થયું. અને આ વિમાન ક્રેશ થવાની દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા.