શહેરના પૂર્વ વિસ્તારમાં બ્રિજના મેન્ટેનન્સ, બુલેટ ટ્રેન અને રેલ્વેના પાટાની કામગીરી કરવાની હોવાથી વાહનચાલકો માટે રાત્રીના સમયે કેટલાક રસ્તા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં શાહિબાગ અંડરબ્રિજ પર આવેલ રેલ્વેના પાટામાં સ્ટ્રેન્થનીંગ અને પ્લેટો લગાવવાનું કામ કરવાનું અંડરબ્રિજ વાહનવ્યવહાર માટે રાત્રિના સમયે બંધ રહેશે. તેમજ ગાંધી રિવર બ્રિજની મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી એક તરફ્નો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે, જ્યારે બીજી તરફનો રસ્તો ચાલુ રહેશે. તેમજ કેડિલા બ્રિજ પર બુલેટ ટ્રેનની કામગીરી હોવાથી BRTS રૂટ બંધ રહેશે.
શહેરના પૂર્વ વિસ્તારોમાં બ્રિજના મેન્ટેનન્સની, બુલેટ ટ્રેન અને રેલ્વેના પાટાનું કામ કરવાનું હોવાથી અલગ અલગ રસ્તા રાત્રીના સમયે વાહનચાલકો માટે બંધ રહેશે. જેમાં ગાંધી રિવર બ્રિજમાં મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી આગામી 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી રાત્રીના 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી એક તરફ્નો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે. જ્યારે બીજી તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે ચાલુ રહેશે.
બુલેટ ટ્રેનના કામગીરીને લઇને કેડિલા બ્રિજ પર પીલ્લરોમાં સેગ્મેન્ટની કામગીરી ચાલુ હોવાથી 15 ડિસેમ્બર સુધી રાત્રીના સમયે બીઆરટીએસ રૂટ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
શાહિબાગ અંડરબ્રિજ પરથી પસાર થતા રેલ્વેના પાટામાં સ્ટ્રેન્થનીંગ અને પ્લેટો લગાવવાનું કામ કરવાનું હોવાથી આગામી 29 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી રાત્રીના 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અંડરબ્રિજનો વાહનવ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો છે. જેમાં વૈકલ્પિક રસ્તા તરીકે દિલ્હી દરવાજા તથા સુભાષબ્રિજથી આવતા વાહનચાલકો એરપોર્ટ જવા શિલાલેખ ફ્લેટ થઇને રિવરફ્રન્ટ પરથી અવરજવર કરી શકશે. ત્યારે એરપોર્ટ ગાંધીનગરથી આવતા વાહનચાલકો શાહિબાગ ડફ્નાળાથી રિવરફ્રન્ટમાં થઇને અલગ અલગ રસ્તાનો ઉપયોગ કરી શકશે.


