અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સિમમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠો અનિયમિત મળતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,તેમજ ખેડૂતોને પણ સિંચાઈ માટે પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે.વીજ પુરવઠો સમયસર નહીં મળતા ખેડૂતોને સિંચાઇનું પાણી મેળવવામાં પણ મુશ્કેલી ઊભી થઈ છે. રાત્રી દરમિયાન જ વીજ પુરવઠો ખોરવાતા અંધકારમાં જંગલી જાનવરનો પણ તેઓને ભય સતાવી રહ્યો છે. આ મામલે ખેડૂતોએ દક્ષિણ ગુજરાત વીજ નિગમની કચેરી ખાતે વારંવાર રજૂઆત કરી છે.તેમ છતાં આજદિન સુધી તેમની આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.


