નરોડા અને નવા નિકોલ વિસ્તારમાં પોલીસ તંત્રના નિષ્ફ્ળતાના કારણોથી સામાન્ય ઠંડીમાં ચોરીના બનાવો વધી ગયા છે. જેમાં ઘરફેડ ચોરી તેમજ દુકાનોના તાળાં તૂટવા સામાન્ય બની ગયું છે.
છેલ્લા થોડાં જ દિવસોમાં ચોરીના ચારથી પાંચ નાના મોટા બન્યા છે. રાત્રી દરમિયાન કોઈ પોલીસનું પેટ્રોલિંગ હોતું નથી તેમજ પોલીસ પણ ખાણીપીણીના બજારની બાજુમાં જ ઊભી હોય છે. તેથી આ ચોરોને ડર રહેતો નથી. આ તરફ રાત્રિના સમયે ચોર લૂંટારાઓ બેફામ રીતે હરતાં ફરતાં હોય છે અને તેના માટે કોઈ પણ ચેકિંગ પોઈન્ટ પર કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવી રહી નથી. જેના માટે સામાન્ય જનતાની માંગણી છે કે, હવે શિયાળાનો સમય છે ઠંડી વધશે ચોરીનું પ્રમાણ ખૂબ વધશે તેના પહેલા પોલીસ તંત્ર દરેક રોડ ઉપર રાત્રિના એકથી પાંચ વાગ્યા સુધી જો સારું એવું પેટ્રોલિંગ કરે તો ઘણા ઘર કે દુકાનો તૂટવાથી બચી શકે તેમ છે. નિકોલ અને નરોડાનો રોડ પર ઘણાં રોડ સમગ્ર રીતે ખુલ્લા છે તેના પરિણામે ચોર સરળતાથી ભાગી શકે છે. આ સ્થિતિમાં રહીશોની માંગણી છે કે દરેક ચાર રસ્તા ઉપર હોમગાર્ડ ના પોઇન્ટ આપવામાં આવે જ્યાં વસ્તી વધારે હોય ત્યાં પણ પોઇન્ટ હોમગાર્ડના મૂકવામાં આવે અને રાત્રે 12:00 વાગ્યા પછી તમામ ખાણીપીણી બજારો બંધ કરી દેવામાં આવે તો ચોક્કસપણે પ્રજાને ચોરીના બનાવોથી રાહત મળશે. પોલીસના અધિકારીઓ અને ડીસીપી ઝોન પાંચ આ બાબતે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરે તેવી નિકોલ અને સમગ્ર પ્રજાની માંગણી છે.


