રાધનપુર નગર પાલિકાની આજરોજ મળેલી સાધારણ સભામાં રાધનપુર નગરમાં સત્વરે વિકાસના કામો હાથ ધરવા માટે નિર્ણયો લેવાયા હતા.તેમજ નગરના રસ્તાઓ તેમજ અન્ય વિકાસના કામોની ચર્ચાઓ સભામાં હાજર રહેલા નગરપાલિકાના સદસ્યો સમક્ષ કરવામાં આવી હતી. રાધનપુર નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોષી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સામાન્ય સભામાં ઉપપ્રમુખ હરેશભાઇ ઠક્કર, કારોબારી ચેરમેન ડો.દેવજીભાઈ પટેલ સહિત નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના સભાખંડ માં યોજાયેલી સામાન્ય સભામાં સત્તાધારી ભાજપના અને કોંગેસ ના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સાધારણ સભામાં રાધનપુર નગરમાં સત્વરે વિકાસના કામો હાથ ધરવા માટે નિર્ણયો લેવાયા હતા.તેમજ નગરના રસ્તાઓ તેમજ અન્ય વિકાસના કામોની ચર્ચાઓ સભામાં હાજર રહેલા નગરપાલિકાના સદસ્યો સમક્ષ કરવામાં આવી હતી. જેમાં ગત સામાન્ય સભાના ઠરાવો અને ત્રિમાસીક હિસાબોને બહાલી આપવામાં આવી હતી. બાદમાં નવા વિકાસના કામો અંગે ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવ્યા હતા જેમાં WTP (વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ) પ્લાન્ટ માટે જગ્યા નકકી કરવા , યુ.જી.વી.સી.એલ. દ્વારા થઈ રહેલ અંડર ગ્રાઉન્ડની કામગીરી અને સમીક્ષા , રાધનપુર નગરપાલિકાના સફાઇ કામદારોની રજૂઆતો અનુસંધાન કાર્યવાહી કરવા , રાજનગર સોસાયટીમાં ગીતાબેન વ્યાસના ઘર થી લાલાભાઈ પંચાલના ઘર સુધી સી.સી. રોડ , નવિન તાલુકા સેવા સદન થી વારાહી સર્વીસ રોડ (લજપત નગર થી હારીજ રોડ બાયપાસ) રોડ તેમજ નગરપાલિકાના માલસામાનની ભંગારની હરાજી કરવા મજૂરી અપાઈ હતી. શાંતીધામ વોટર વર્કસ થી ભીલોટ ત્રણ રસ્તા સુધી પીવાના પાણીની પાઈપ લાઈન નાખવા અને નવીન ટ્રેકટર તથા ટ્રોલી ખરીદ કરવા બહાલી અપાઈ હતી.સામાન્ય સભામાં પાલિકાના સફાઇ કર્મચારીઓ દ્વારા 13 કાયમી સફાઇ કર્મચારીઓ ની ભરતી કરેલ કર્મચારીઓને કામગીરી કરાવવામાં ન આવતી હોવાનાઆક્ષેપ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.


