By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    15 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Narmada Yojana News : નર્મદા યોજનાનો મધ્યપ્રદેશ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને લાભ આપવા ‘રાષ્ટ્રીય પ્રોજેક્ટ’ તરીકે વિકસાવાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Narmada Yojana News : નર્મદા યોજનાનો મધ્યપ્રદેશ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને લાભ આપવા ‘રાષ્ટ્રીય પ્રોજેક્ટ’ તરીકે વિકસાવાયો

AgraGujarat Rajkot
Last updated: 2025/12/01 at 12:30 PM
4 months ago
Share
Narmada Yojana News : નર્મદા યોજનાનો મધ્યપ્રદેશ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને લાભ આપવા ‘રાષ્ટ્રીય પ્રોજેક્ટ’ તરીકે વિકસાવાયો
SHARE

Contents
સરદાર સાહેબની ૧૫૦મી જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે નર્મદાના પાણીની સમસ્યા અને સરદારની ચિંતા કેન્દ્રીય જળ અને વીજ મંત્રાલયની સ્થાપના સરદારનું સ્વપ્ન મૂર્તિમંત થયું સરદાર સરોવર બંધ તેમની વિકાસની દ્રષ્ટિનું જીવંત પ્રતીક પણ છે

તેમાંથી સૌથી મહત્વની અને આજે વિશ્વની સૌથી મોટી જળસંગ્રહ યોજના તરીકે ઓળખાતી ‘સરદાર સરોવર-નર્મદા યોજના’નો વિચાર સરદાર પટેલના મનમાં જ ઉદભવ્યો હતો. આ યોજના માત્ર એક બંધ કે સિંચાઈ પ્રોજેક્ટ નથી, પરંતુ ગુજરાતની ખુશહાલી-જીવાદોરી, પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ અને ખેતી-ઉદ્યોગના વિકાસનું એક મહાસ્વપ્ન હતું જેને સરદારે વર્ષ ૧૯૪૦ના દાયકામાં જોયું હતું.

સરદાર સાહેબની ૧૫૦મી જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે

જે આજે સાચા અર્થમાં સાર્થક બન્યું છે. સરદાર સાહેબના આ મહાસ્વપ્ન સમાન સરદાર સરોવર- નર્મદા યોજનાને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વરદ્દ હસ્તે તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી હતી. અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના આવા અનેક સત્કાર્યોથી દેશવાસીઓ વાકેફ થાય એ આશયથી વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ સરદાર સાહેબની ૧૫૦મી જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમના ‘રાષ્ટ્રીય એકતા’ના આ સંદેશને જન-જનના હૃદયમાં પુનઃસ્થાપિત કરવા માટે રાજ્યમાં ગત તા. ૨૬ નવેમ્બર એટલે કે બંધારણ દિવસથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરમસદથી એકતાનગર સુધી યોજાનાર રાષ્ટ્રીય પદયાત્રા (સરદાર @ ૧૫૦ : યુનિટી માર્ચ)નો શુભારંભ કરવામાં આવ્યો છે.

નર્મદાના પાણીની સમસ્યા અને સરદારની ચિંતા

વર્ષ ૧૯૪૬માં જ્યારે ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગમાં પાણીની અછત અને દુષ્કાળની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. સૌરાષ્ટ્ર અને કચ્છ તો વર્ષોથી પાણી વિનાના વિસ્તાર તરીકે ઓળખાતા હતા. મા નર્મદા નદી મધ્યપ્રદેશમાંથી નીકળીને ગુજરાતમાંથી પસાર થઈને અરબી સમુદ્રમાં મળે છે પરંતુ તેનું અમૃત સમાન મોટા ભાગનું પાણી વેડફાઈને સમુદ્રમાં વહી જતું હતું. સરદારને આ વાત ખૂબ જ દુઃખ પહોંચાડતી હતી. તેમણે વારંવાર કહેલું કે, “આપણી નર્મદાનું પાણી સમુદ્રમાં વેડફવું એ આપણા ગુજરાતી-દેશવાસીઓ સાથે અન્યાય છે.”આ વિચારને સાર્થક કરવા વર્ષ ૧૯૪૬-૪૭માં જ સરદાર પટેલે નર્મદા નદી પર મોટો બંધ બાંધવાનો વિચાર રજૂ કર્યો હતો. તેમણે તે વખતના બોમ્બે સરકારના ઇજનેરોને આદેશ આપ્યો કે નર્મદા પર ઊંચો બંધ બાંધીને તેનું પાણી ગુજરાતના નજીકના-છેવાડાના દરેક ખૂણે પહોંચાડવાની યોજના તૈયાર કરો. તે સમયે ઘણા બુદ્ધિજીવી લોકોએ આ વિચારને અશક્ય અને અવ્યવહારુ ગણાવ્યો. પરંતુ સરદારની દૃઢ ઇચ્છાશક્તિ સામે કોઈ ટકી શકે તેમ નહોતું.

કેન્દ્રીય જળ અને વીજ મંત્રાલયની સ્થાપના

સ્વતંત્રતા પછી વર્ષ ૧૯૪૭માં જ્યારે સરદાર પટેલ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્યા, ત્યારે તેમણે દેશમાં પાણી અને વીજળીના મહત્વને ઓળખીને કેન્દ્રીય જળ અને વીજ મંત્રાલયની સ્થાપના કરી. આ મંત્રાલયનો મુખ્ય હેતુ મોટી નદીઓ પર બહુહેતુક પ્રોજેક્ટ બનાવવાનો હતો. સરદારે નર્મદા યોજનાને રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે વિકસાવવાનું વિચાર્યું હતું જેથી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન – ચારેય રાજ્યોને તેનો લાભ મળે.

વર્ષ ૧૯૪૮માં પ્રથમ સર્વે અને નકશો પ્રકાશિત

સરદારના આદેશથી વર્ષ ૧૯૪૭-૪૮માં જ નર્મદા નદી પર બંધ બાંધવા માટે પ્રથમ સર્વે શરૂ થયો. એ સમયના પ્રખ્યાત ઇજનેર ખોસલાએ નર્મદા પર 160 ફૂટથી વધુ ઊંચો બંધ બાંધી શકાય તેવો અહેવાલ આપ્યો. આજે જે સરદાર સરોવર બંધ છે તેની ઊંચાઈ 163 મીટર (535 ફૂટ) છે – એટલે કે સરદારના સમયનો વિચાર આજે પણ સાચો અને સફળ પુરવાર થયો છે. દુઃખની વાત એ છે કે વર્ષ ૧૯૫૦માં સરદાર પટેલનું અવસાન થયું અને તેમના પછી આ યોજના ઘણા વર્ષો સુધી રાજકીય ખેચતાણ અને આંતરરાજ્ય વિવાદોમાં ફસાઈ રહી. પરંતુ સૌના કલ્યાણ માટે સેવેલું સરદારનું સ્વપ્ન સાકાર થઇને જ રહ્યું.

સરદાર સાહેબની દ્રષ્ટિના મુખ્ય અંશો

•દુષ્કાળમુક્ત ગુજરાત: સરદાર માનતા હતા કે નર્મદાનું પાણી જો ગુજરાતના દરેક ખૂણે પહોંચે તો ગુજરાત ક્યારેય દુષ્કાળનો માર નહીં ખાય.

•ષિ ક્રાંતિ: લાખો હેક્ટર જમીનને સિંચાઈનો લાભ આપીને ગુજરાતને અન્નનું ભંડાર બનાવવું.

•પીવાનું પાણી: સૌરાષ્ટ્ર-કચ્છના ગામડે ગામડે પાણી પહોંચાડવું જેથી મહિલાઓને કલાકો સુધી પાણી માટે ઉભા રહેવું ના પડે અને દુર સુધી પાણી ભરવા જવામાંથી મુક્તિ.

•વીજ ઉત્પાદન: હજારો મેગાવોટ જળ વીજ ઉત્પન્ન કરીને ગુજરાતના ઉદ્યોગોને વેગ આપવો.

•આંતરરાજ્ય સહકાર: નર્મદાને ‘રાષ્ટ્રીય નદી’ બનાવીને ચાર રાજ્યોનો વિકાસ કરવો.

સરદારનું સ્વપ્ન મૂર્તિમંત થયું

•આજે સરદાર સરોવર બંધની મુખ્ય કેનાલ ૪૫૮ કિમી લાંબી છે અને તેની શાખાઓ-ઉપશાખાઓ સહિત અંદાજે કુલ ૭૫,૦૦૦ કિમીથી વધુ નહેરોનું નેટવર્ક ગુજરાતમાં ફેલાયેલું છે.

•અંદાજે ૧૮ લાખ હેક્ટરથી વધુ જમીનને સિંચાઈનો લાભ.

•૯૪૯ મેગાવોટ જળ વિદ્યુત ઉત્પાદન ક્ષમતા.

•અંદાજે ૩૦ જિલ્લાઓના ૯,૫૦૦ થી વધુ ગામો અને ૧૭૩ શહેરોને પીવાનું પાણી ઉપલબ્ધ

•સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના ગામોમાં દરેક ઘરમાં નળથી નર્મદાનું પાણી એટલે કે, આ બધું જ સરદાર પટેલની ૭૫-૮૦ વર્ષ પહેલાંની દ્રષ્ટિનું સફળ પરિણામ છે.

સરદાર સરોવર બંધ તેમની વિકાસની દ્રષ્ટિનું જીવંત પ્રતીક પણ છે

સરદાર પટેલ માત્ર દેશના એકીકરણ કરનાર નેતા નહોતા, પરંતુ એક દૂરંદેશી વિકાસકાર પણ હતા. તેમણે નર્મદા યોજનાને ગુજરાતની ‘લાઇફલાઇન’ બનાવવાનું સ્વપ્ન જોયું હતું અને આજે તે સ્વપ્ન પૂરેપૂરું સાકાર થયું છે. જ્યારે આપણે મા નર્મદાના ઠંડા પાણીનો ઘૂંટડો પીઈએ કે ખેતરમાં લીલોતરી જોઈએ ત્યારે યાદ રાખીએ કે આ પાણીના દરેક બુંદમાં સરદાર પટેલની દૂરંદેશી અને ગુજરાત-દેશ પ્રત્યેનો અપાર પ્રેમ સમાયેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી નિર્માણ પામેલ વિશ્વનું સૌથી ઊંચું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પણ સરદારની મહાનતા-ઊંચાઈની સાક્ષી પૂરે છે અને તેની જ સામે સરદાર સરોવર બંધ તેમની વિકાસની દ્રષ્ટિનું જીવંત પ્રતીક પણ છે.

આ પણ વાંચો : Weather News : અંબાલાલ પટેલે કહ્યું, દિત્વાહ વાવાઝોડાની ગુજરાતમાં જોવા મળશે અસર, 18 થી 24 ડિસેમ્બર વચ્ચે વરસાદ પડવાની સંભાવના

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો
રાજકોટ

 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો

Editor By Editor 2 days ago
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
મહિકાના પાટીયા પાસે જમવાનું પાર્સલ લઇ ઘરે જતાં યુવાનને કાળ આંબ્યો
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?