એક તરફ્ સરકાર દ્વારા વિકસિત ગુજરાત અને રમશે ગુજરાત ભણશે ગુજરાતની વાતો કરવામાં આવે છે બીજો તરફ્ પાયાની જરૂરિયાત અને વિકાસનો મુળભૂત પાયો એવા શિક્ષણ ની વ્યવસ્થા કથળવા પામી હતી.સાંતલપુર સહિત સમગ્ર પાટણ જિલ્લામાં ધોરણ 1 અને ધોરણ 2ના બીજા સત્રને શરૂ થયાને એક મહિનાથી વધુનો સમય થઇ ગયો તેમ છતાં હજુ સુધી શાળાઓમાં ધોરણ 1 અને ધોરણ 2માં સ્વ અધ્યયન સંપુઠ( સ્વાધ્યાય પોથી)પહોંચી નથી જેના કારણે ધોરણ 1 અને 2ના બાળકોને પાઠય પુસ્તક વગર જ અભ્યાસ કરવાનો વારો આવ્યો છે. નાના ધોરણ શિક્ષણમાં પાયો ગણવામાં આવે છે ત્યારે પાયાના ધોરણ માં જ પાઠય પુસ્તકો હજી સુધી શાળાઓમાં નહિ પહોંચતા શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવવા પામી છે.શાળાઓમાં બીજા સત્રને શરૂ થયાને એક મહિનાથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી બાળકોને વિષયોના પુસ્તકો નહિ મળતા બાળકોને પુસ્તક વગર જ અભ્યાસ કરવાનો વારો આવ્યો છે.એક તરફ્ સરકાર દ્વારા શિક્ષણ પ્રત્યે જાગૃતિની વાતો કરવામાં આવે છે ત્યારે શૈક્ષણિક કાર્યમાં મહત્વના એવા પુસ્તકો જ હજુ શાળાઓમાં નહિ પહોંચતા બાળકોને પુસ્તક વગર અભ્યાસ થી વંચિત રહેવાનો વારો આવ્યો છે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


