અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા કર્ણાવતી નગરની સત્યમ નગર સોસાયટીમાં આજે એક ગમખ્વાર ઘટના બની છે. ગેસ લીકેજને કારણે એક મકાનમાં આગ લાગી હતી. જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આ ભીષણ આગના કારણે બે લોકો, એક યુવતી અને એક યુવકના કરૂણ મોત નીપજ્યા છે. તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. બ્લાસ્ટ થવાના કારણે આગ ઓલવવાનો પ્રયત્ન કરતી એક મહિલા પણ દાઝી ગઈ હતી.
આગ લાગતા 2 ના મોત, 1 મહિલાને ઇજા
ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બે લોકોના મોત થયા છે. ફાયર વિભાગને કોલ મળતા તાત્કાલિક ફાયરનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે બે નિર્દોષ લોકોનો ભોગ લેવાતા વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


