સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેર સહિત આસપાસના વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડતા ધોળીધજા ડેમમાં અસામાન્ય પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ ડેમ, જે વઢવાણના 3 લાખથી વધુ લોકોને પાણી પૂરું પાડે છે, તે ભર શિયાળે ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થવાનું મુખ્ય કારણ પાણીની આવક સામે જાવક (નિકાલ)નું પ્રમાણ ઓછું હોવાનું માનવામાં આવે છે. એટલે કે, ડેમમાં નવા પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે, પરંતુ વધારાના પાણીને નિયંત્રિત રીતે બહાર કાઢવાની વ્યવસ્થા યોગ્ય રીતે ન થતાં પાણી ડેમની સપાટી ઓળંગી ગયું છે.
તંત્રની કામગીરી સામે સવાલ
આ ઓવરફ્લોના કારણે હજારો લીટર કીમતી પીવાનું પાણી ભોગાવો નદીમાં વહી ગયું છે. એક તરફ જ્યાં રાજ્યના અનેક વિસ્તારો ઉનાળામાં પાણીની અછતનો સામનો કરે છે, ત્યાં ભર શિયાળે આટલા મોટા પ્રમાણમાં પીવાના પાણીનો વેડફાટ થવો એ ગંભીર ચિંતાનો વિષય છે. પાણીના આ મોટા પાયે થતા વેડફાટને કારણે સ્થાનિકો અને જળ નિષ્ણાતો દ્વારા વહીવટી તંત્રની જળ વ્યવસ્થાપન કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ડેમની જાવકને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં કેમ નિષ્ફળતા મળી? અને આટલું કીમતી પાણી વહી ન જાય તે માટે શું વૈકલ્પિક આયોજન કરવામાં આવ્યું હતું? – આ પ્રશ્નોના ઉત્તરો તંત્રએ આપવા પડશે.
આ પણ વાંચો : Patan News : રાધનપુરના કૈલાશ પ્લાઝામાં અગ્નિકાંડ, શોટ સર્કિટના કારણે દુકાનો બળીને ખાખ, લાખો રૂપિયાનું નુકસાન


