રાજકોટની નવયુગ શાળા દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસમાં એક વિદ્યાર્થીના મોતના સમાચારથી શિક્ષણ જગત અને વાલીઓમાં ભારે શોક સાથે રોષની લાગણી ફેલાઈ છે. શાળાના પ્રવાસ દરમિયાન બનેલી આ કરૂણ ઘટનામાં માસૂમ વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે, જેના કારણે પ્રવાસમાં સુરક્ષા અને સંચાલકોની કાળજી સામે અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનાને પગલે પ્રવાસના સ્થળે અને શાળામાં શોકનું મોજું ફરી વળ્યું છે, જ્યારે મૃતક બાળકના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે.
બાળકના મોતથી ખળભળાટ
આ દુર્ઘટનામાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે નવયુગ શાળાના સંચાલક જયદીપ જળુ સત્તાધારી ભાજપના સક્રિય આગેવાન છે. તેઓ રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના સભ્ય તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. શાળાના સંચાલક પોતે જ શિક્ષણ સમિતિમાં મહત્વનું સ્થાન ધરાવતા હોવાથી, આ મામલે તટસ્થ તપાસ થશે કે કેમ તેને લઈને સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે. સત્તા પક્ષના નેતા સાથે સંકળાયેલી શાળા હોવાથી તંત્ર આ ઘટનામાં કેવી કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચો :


