બીજેપી નેતા ગૌરવ ભાટીયાએ ફરી એકવાર રાહુલ ગાંધીની વિદેશ યાત્રાને લઇને પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે વિપક્ષના નેતા જેમની પહેલી જવાબદારી સંસદ સત્ર દરમિયાન સંસદમાં હાજર રહેવાની હતી પણ તેઓ વિદેશ ચાલ્યા જાય છે. આ ઉપરાંત તેઓએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી વિદેશ જઇને તે લોકોને મળે છે જે ભારત વિરોધી હોય છે.
ભારતના દુશ્મનોને મળે છે રાહુલગાંધી – ગૌરવ ભાટિયા
તેમણે કહ્યું કે જર્મનીના હર્ટી સ્કૂલમાં તેઓ કોર્નલિયા વોલને મળ્યા છે. રાહુલ ગાંધી અને જ્યોર્જ સોરોસ બે શરીર એક જીવ છે. અને હવે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે.તેઓ વિદેશ જાય છે અને તે લોકોને મળે છે જેઓ ભારતના દુશ્મન હોય.
ભારત વિરુદ્ધ કોણ કાવતરું ઘડી રહ્યું છે? – ગૌરવ ભાટિયા
ગૌરવ ભાટિયાએ આરોપ લગાવતા પૂછ્યું કે આ કેવો ભારત વિરોધી એજન્ડા છે જ્યાં ભારતના વિપક્ષના નેતા આવી શક્તિઓ સાથે મળીને ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે? તેમણે નિર્દેશ કર્યો કે રાહુલ ગાંધી અગાઉ અમેરિકામાં જમાત-એ-ઇસ્લામીના મુર્શીકુલ ફઝલ અને સેમ પિત્રોડા સાથે મળ્યા હતા.
મમતા બેનર્જી પર પણ નિશાન સાધ્યું
ભાજપ નેતા ગૌરવ ભાટિયાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમની સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે મમતા બેનર્જીના ઈશારે રાજ્યમાં સાંપ્રદાયિક રાજકારણ રમાઈ રહ્યું છે, અને ભગવાન રામના નામે જાણી જોઈને હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે.
ભાટિયાએ ટીએમસી ધારાસભ્ય મદન મિત્રાના તાજેતરના વિવાદાસ્પદ નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમને આવું નિવેદન આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, જેનાથી લાખો હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી હતી. તેમણે મહાકુંભને “મૃત્યુંજય કુંભ” કહેવા અને “જય શ્રી રામ” ના નારા લગાવવા બદલ આપવામાં આવેલી ધમકીઓનો ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો- Assam Train Accident: રાજધાની એક્સપ્રેસને અચાનક જ અથડાયુ હાથીનું ઝૂંડ…8 હાથીના મોત


