બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અંકલેશ્વરમાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં કરણી સેનાના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા અને માગ કરી હતી કે ભારત સરકાર હિન્દુઓ ઉપર થતા અત્યાચાર રોકવા માટે હસ્તક્ષેપ કરે.
પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરીવાર હિંસા ફાટી નીકળી છે અને તેમાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી જેના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં કરણી સેના દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ અટલજી જોગર્સ પાર્ક ખાતે પ્રદર્શનકરાયું હતું જેમાં સૂત્રોચાર કર્યા હતા. આ કાર્યક્રમમાં કરણી સેના ગુજરાતના અધ્યક્ષ ઓ.પી.સિંગ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.


