વડોદરામાં યોજાયેલા હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધતા અત્યાચાર મુદ્દે ગંભીર નિવેદન આપ્યું છે.
બાંગ્લાદેશ પર ઓપરેશન સિંદૂર જેવી કાર્યવાહી કરે સરકાર
શંકરાચાર્યએ જણાવ્યું કે સરકાર બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તત્પર રહી ઓપરેશન સિંદૂર જેવી કડક કાર્યવાહી કરે.
બાંગ્લાદેશ મુદ્દે સરકારને ચૂપ રહેવું ન જોઈએ
શંકરાચાર્યએ ચેતવણી આપી કે બાંગ્લાદેશ મુદ્દે સરકારને ચૂપ રહેવું ન જોઈએ અને જરૂરી પગલાં લેવા જોઈએ. તેઓએ જણાવ્યું કે ‘બાબરી મસ્જિદનાં નામે દેશમાં ષડયંત્ર ચાલી રહ્યું છે’ અને પશ્ચિમ બંગાળમાં બનાવાતી બાબરી મસ્જિદનો વિરોધ કરવા હિન્દુ સમુદાયને એકતામાં રહેવું જોઈએ.


