કોઝવેનું ધોવાણ અને ખેતર તરફ જવાનો રસ્તો બંધ
જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક પ્રવિણભાઈ જાલાવાડીની ખેતર ભાવનગર – સોમનાથ નેશનલ હાઇવેની બાજુમાં વાડી આવેલ છે. અહીં નેશનલ હાઇવેની ઓથોરિટી દ્વારા રોડની સાઇડ નું પુરાણ કરેલ ન હોવાથી વરસાદી પાણી કોઝવે ઉપર ફરી વળતા કોઝવેનુ ધોવાણ થયું હતું. નેશનલ હાઇવે દ્વારા રોડની સાઇડ પર દિવાલ ન બનાવેલ હોવાને કારણે સીધુ વરસાદી પાણી કોઝવે પર ફરી વળતા કોઝવેનુ તુટી ગયો હતો. અને ખેડૂતને ખેતર જવા માટેનો રસ્તો બંધ થતા હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અને ખેડૂતોને તેમના ખેતર જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ બાબતે અગાઉ ખેડૂતો દ્વારા મામલતદાર અને કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો ન હતો. અને ખેડૂતોના રસ્તા પરનો કોઝવે તુટી જતા આખરે ખેડુતો હવે મિડિયા સમક્ષ આવી પોતાની આપવીતી જણાવી હતી. અહીં કોઝવે ખેડૂતોએ પોતાના સ્વખર્ચે બનાવેલ અને પહેલા વરસાદી પાણી બન્ને સાઈડ થી વહેતું હતું અને હવે ફોરવે રોડ બનતા એકબાજુ થી પાણી વહેતું હતું. નેશનલ હાઇવેની બેદરકારી થી ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે. કોઝવે તુટી જતા જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હવે ખેડૂતોની એક જ માંગ છે કે, નવો કોઝવે બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ તકે છગનભાઈ પડસાલા, પ્રવિણભાઈ જાલાવાડી સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.


