૯ મહત્વપુર્ણ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું
અગ્ર ગુજરાત, ઉના
રાજ્યવ્યાપી શિક્ષણ સુધારણા તથા સંસ્કાર સંવર્ધનના ઉદ્દેશ્ય સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM), ગુજરાત દ્વારા “હમારા વિદ્યાલય હમારા તીર્થ” અભિયાન અંતર્ગત સોમનાથ નાસાંનિધ્યેકાજલી માર્કેટિંગ યાર્ડમાંદ્વિદિવસીયપ્રદેશકાર્યશાળાનુંઆયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યશાળામાં ગીર સોમનાથ જિલ્લા ના અધ્યક્ષ વિનોદભાઈ બારડ, પ્રાંત ઉપાધ્યક્ષ દેવાતભાઈ ભોળા,મહિલા ઉપાધ્યક્ષ ભારતીબેન સરવૈયા,મહામંત્રી દિનેશભાઈ મઘા,મહિલા મંત્રી નિતાક્ષીબેન બોધી સહિતના કાર્યકર્તાઓએ સક્રિય ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માં પ્રદેશ બક્ષીપંચ મોરચા ના પ્રમુખ માનસિંગભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યશાળા દરમિયાન વિદ્યાલયોને તીર્થરૂપ બનાવવાની પારિવારિક ભાવના, શિક્ષકોની ભૂમિકા, ભારતીય સંસ્કૃતિ આધારિત શિક્ષણ, વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો નો વિકાસ તથા રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકની જવાબદારી સહિત કુલ 9 મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું.રાજ્યના વિવિધ જિલ્લા ઓમાંથી આવેલા શિક્ષક પ્રતિનિધિઓ વચ્ચે અનુભવ વિનિમય થયો તેમજ શૈક્ષણિક ક્ષેત્રને નવીદિશાઆપતી વિચારધારાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.


