યુવા મોરચાથી નાયબ મુખ્યમંત્રી સુધી પ્રેરણાદાયી યાત્રા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે રાજકોટ શહેર તથા વિધાનસભા–68 ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડે શુભેચ્છાઓ પાઠવી છે.
શ્રી ઉદયભાઈ કાનગડે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, “શ્રી હર્ષભાઈ સંઘવી એ યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત એવા નેતા છે.
શ્રી હર્ષભાઈ સંઘવીની રાજકીય કારકિર્દી સંઘર્ષ, સમર્પણ અને જવાબદારીની જીવંત ઉદાહરણરૂપ છે. વિદ્યાર્થી જીવનથી જ સંગઠન સાથે જોડાઈ, ભારતીય જનતા પાર્ટીના વિવિધ સંગઠનાત્મક દાયિત્વો તેમણે સફળતાપૂર્વક નિભાવ્યા છે.
હર્ષભાઈ સંઘવી એ યુવા મોરચાના નેતૃત્વકાળ દરમિયાન યુવાનોમાં રાષ્ટ્રભાવના, શિસ્ત અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાને મજબૂત કરી. રાજ્યભરમાં યુવા કાર્યકરોને સંગઠિત કરી તેમણે બૂથ સ્તર સુધી મજબૂત માળખું ઊભું કર્યું છે.
શ્રી ઉદયભાઈ કાનગડે વધુમાં જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ શ્રી હર્ષભાઈ સંઘવી રાજ્યના વિકાસયાત્રામાં નવી ઊર્જા અને દિશા આપી રહ્યા છે. તેમનું નેતૃત્વ ગુજરાત માટે ગૌરવરૂપ છે.”


