એસબીઆઇ પેન્સનર્સ એસોસિએશનનની પેન્સનર્સ મીટ વાર્ષિક સાધારણ સભા
સમગ્ર ગુજરાતમાંથી બે હજારથી વધુ પેન્શનરો ઉમટી પડયા
અગ્ર ગુજરાત, રાજકોટ,
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ગુજરાત રાજ્યના ૧૭ હજારથી વધુ પેન્શનરોના બનેલ બિન રાજકીય સંગઠન એસબીઆઇ પેન્શનર્સ એસોસિએશનની પેન્શનર્સ મીટ અને વાર્ષિક સાધારણ સભા સયાજીનગરી વડોદરામાં સોના પાર્ટી પ્લોટ માં ગુજરાત ભરમાંથી પધારેલા બે હજારથી વધુ પેન્શનરોની હાજરીમાં ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થઇ હતી.
ગુજરાતભરમાંથી પધારેલ પેન્શનરો માટે વડોદરાના સુપ્રસિદ્ધ ફંકાર ગ્રૂપની ગીત સંગીતની મહેફિલ યોજાયેલ જેમાં બે કલાક સુધી જૂના યાદગાર ગીતોની મજા માણેલ એટલુજ નહીં પેન્શનરો ઝૂમી ઉઠેલ અને ગરબા પણ રમ્યા હતાં.
સમારંભના અતિથિઓ ફેડરેશન ઓફ SBI પેન્શનર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કોમરેડ જી ડી નડાફ, પ્રેસિડેન્ટ કૉમરેડ એન રાધાકૃષ્ણન, બેંકના ડીજીએમ સલીમ અહેમદ, ઇન્ચાર્જ સર્કલ ડેવલપમેન્ટ ઓફિસર સુજીત કુમાર તિવારી એસબીઆઇ ઓફિસર એસોસિયેશનના કૉમરેડ રંજન કરણ, એસબીઆઇ યુનિયનના કૉમરેડ નિતેશ પરમાર, સેવાના વેદવાલા, ઓબીસી વેલફેર સંગઠનના નીરલ વૈષ્ણવ,પેન્શનર્સ એસોસિએશનના સુકાની કૉમરેડ કમાલ કાદરી,રમેશભાઈ ચોક્સી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્ટેટ બેંકના જનરલ મેનેજર અતુલ રાઠીએ શુભમ કરો તુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ મંત્રના નાદ સાથે મંગલદીપ પ્રાગટ્ય કર્યુ હતું.
સંગઠનના જનરલ સેક્રેટરી કોમરેડ કમાલ કાદરીએ તમામ પેન્શનરો બેંકના ઉત્કર્ષમાં હંમેશા સાથે છે અને રહેશે તેમ જણાવી પેન્શનરોના નાના મોટા પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા જણાવેલ હતું.
સમારંભના ઉદઘાટક બેંકના જનરલ મેનેજર અતુલ રાઠીએ સમગ્ર રાજ્યમાંથી પધારેલ બે હજારથી વધુ પેન્શનરોને વંદન કરીને આવકારેલ અને જણાવેલ કે બેંકના વિકાસમાં પ્રગતિમાં પેન્શનરો છે તેમ જણાવી પેન્શનરો પાયાના પથ્થર છે બેંકના બ્રાન્ડ એમ્બેસેડર છે તેમ જણાવેલ. પેન્શનરોના તમામ પ્રશ્નો બાબતે હકારાત્મક અભિગમ દાખવવામાં આવશે તેવી વાત કરેલ અને સૌને બેંકના ઉત્કર્ષમાં યોગદાન આપતા રહેવા વિનંતી કરેલ અને પેન્શનરોનું જીવન નિરામય સુખમય બની રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી
સમારંભમાં બેંકના ૯૦ વર્ષથી વધુ ઉંમરના વડીલોની વડીલ વંદના કરવામાં આવી હતી.. તેમજ બે વિશિષ્ટ પ્રતિભા ધરાવતા સાથીઓનું અભિવાદન કરવામાં આવેલ હતું.


