કિંગ ઓફ ફૂડમાંથી ગ્રેવિ, બાફેલા શાકભાજી સહિત આઠ કિલો વાસી ખોરાક ઝડપાયો
બાલાજી ઢોસા, સંતોષ ભેળ, બોટાદના ભૂંગળા બટેટા સહિત ૨૦ ધંધાર્થીને ત્યાં ફૂડ વિભાગના દરોડા : ૧૫ નમૂનાની સ્થળ પર ચકાસણી : સાતને નોટીસ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભીમનગર ચોક, નાના મવા રોડ, રાજકોટ મુકામે આવેલ “કિંગ ઓફ ફૂડ” પેઢીની તપાસ કરતા સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી ગ્રેવી, બાફેલા શાકભાજી, મંચુરિયન તથા પંજાબી સબ્જી વગેરે મળીને 8 કિ.ગ્રા. અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શિવાલય કોમ્પ્લેક્ષ, આશીર્વાદ હોસ્પિટલ પાસે, મવડી રોડ, રાજકોટ મુકામે આવેલ “બાલાજી ઢોસા“ તપાસ કરતા પેઢીને હાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન મવડી ચોકડી, રાજકોટ મુકામે આવેલ “શ્રી રેસ્ટોરેન્ટ“ તપાસ કરતા પેઢીને હાઈજેનિક કન્ડિશન તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી છે.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના જય ભીમ ચોક- નાનામવા રોડ તથા રેસકોર્ષ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 07 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
મનપા દ્વારા મારુતિ જનરલ સ્ટોર (જય ભીમ ચોક- નાનામવા રોડ), મેલડી કૃપા પ્રોવિઝન સ્ટોર (જય ભીમ ચોક- નાનામવા રોડ), જેનીલ કાવો, શ્રી રાજલ ઘૂઘરા, ભેરુનાથ ફ્રૂટ સલાટ, શિવશક્તિ મોમોઝ અને ફૂડ સ્ટેશનને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ તથા હરિઓમ પ્રોવિઝન સ્ટોર(જય ભીમ ચોક- નાનામવા રોડ), શિવ શક્તિ પ્રોવિઝન સ્ટોર(જય ભીમ ચોક- નાનામવા રોડ), આરવી એન્ટરપ્રાઇઝ(જય ભીમ ચોક- નાનામવા રોડ), ચામુંડા અમેરિકન મકાઇ, શ્રધ્ધા મકાઇ સૂપ, A-1 દિલખુશ હોટ ચોકલેટ, મયુર મકાઇ, સંતોષ ભેળ, ગોલગપ્પે પાણીપુરી, મુંબઈ ચીઝ ભેળ & વડાપાઉં, જયશ્રી ક્રિષ્ના સૂપ, બોટાદના ભૂંગળા બટેટા, ક્રિષ્ના પાણીપુરીની ચકાસણી કરવામાં આવી હતી.


